Not Set/ વરસાદનાં વિરામ બાદ અમદાવાદમાં વકર્યો રોગચાળો, આરોગ્ય તંત્ર થયુ દોડતું

ગુજરાતમાં વરસાદનાં પધરામણા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો અહી વરસાદે આજે વિરામ લીધો છે. પરંતુ અહી મેઘરાજાનાં વિરામ બાદ ઠેર ઠેર ગંદકી ફેલાઇ જવાથી રોગચાળાનાં કેસોમાં વધારો દેખાયો છે. અહી ઘણા વિસ્તારોમાં મચ્છરોનાં લાર્વા મળી આવ્યા છે. અમદાવાદમાં મેઘરાજાનાં પધરામણા તો થયા પણ સાથે ગંદકીમાં પણ વધારો જોવા […]

Ahmedabad Gujarat
amd 15 days વરસાદનાં વિરામ બાદ અમદાવાદમાં વકર્યો રોગચાળો, આરોગ્ય તંત્ર થયુ દોડતું

ગુજરાતમાં વરસાદનાં પધરામણા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો અહી વરસાદે આજે વિરામ લીધો છે. પરંતુ અહી મેઘરાજાનાં વિરામ બાદ ઠેર ઠેર ગંદકી ફેલાઇ જવાથી રોગચાળાનાં કેસોમાં વધારો દેખાયો છે. અહી ઘણા વિસ્તારોમાં મચ્છરોનાં લાર્વા મળી આવ્યા છે.

Amd rog વરસાદનાં વિરામ બાદ અમદાવાદમાં વકર્યો રોગચાળો, આરોગ્ય તંત્ર થયુ દોડતું

અમદાવાદમાં મેઘરાજાનાં પધરામણા તો થયા પણ સાથે ગંદકીમાં પણ વધારો જોવા મળ્યો છે. છેલ્લા 15 દિવસમાં મેલેરિયા, ડેન્ગ્યૂનાં 400 જેટલા કેસ નોંધાયા છે. જેના કારણે આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે. છેલ્લા 7 વર્ષમાં 98 હજાર લોકોને તેના કારણે રોગ થયો હોવાનુ સામે આવ્યુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે શહેરીજનોને અપીલ કરી છે કે ઘર આંગણે પાણી ભરાય નહી તેની તકેદારી રાખે.

શું કરશો મચ્છરજન્ય રોગથી બચવા?

તમારા ઘર, ગાર્ડન કે સોસાયટીમાં પાણી ન ભરાય તેની ખાસ તકેદારી રાખો. જ્યારે પાણી ભરાયેલા રહેશે તો ત્યારે મચ્છરોનો ઉપદ્રવ વધી શકે છે. ખાસ કરીને ઘરની પાણીની ટાંકી હોય તેને ઢાંકીને રાખો. ઓરડામાં કે ગાર્ડનમાં પાણીને જમા થવા દેશો નહી. તંત્ર તેનુ કામ કરી રહ્યુ છે, પરંતુ આપણે પણ સજાગ થવાની જરૂર છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.