Not Set/ ઉના, ગીરગઢડામાં આભ ફાટ્યું, એન.ડી.આર.એફ અને હેલિકોપ્ટરની મદદ લેવાઈ

ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાનાં ઉના, ગીરગઢડામાં આભ ફાટ્યું હોઈ તેવો જળ પ્રલય જોવા મળ્યો હતો. 7 કલાકમાં 12 ઇંચ વરસાદથી 30 થી વધુ ગામ બેટમાં ફેરવાયુ ગયુ હતું. કોડીનાર આલિદર રોડ પાસે 30 ફૂટ ઉંચા બ્રિજ પર નદીના પાણી ફરી વળ્યુ હતુ. નદીના પાણી ગામમાં ફરી વળતા મકાનોમાં 12 ફૂટ પાણી ભરાયા હતા. લોકોને […]

Top Stories Gujarat Trending
rain 3 ઉના, ગીરગઢડામાં આભ ફાટ્યું, એન.ડી.આર.એફ અને હેલિકોપ્ટરની મદદ લેવાઈ

ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લાનાં ઉના, ગીરગઢડામાં આભ ફાટ્યું હોઈ તેવો જળ પ્રલય જોવા મળ્યો હતો. 7 કલાકમાં 12 ઇંચ વરસાદથી 30 થી વધુ ગામ બેટમાં ફેરવાયુ ગયુ હતું. કોડીનાર આલિદર રોડ પાસે 30 ફૂટ ઉંચા બ્રિજ પર નદીના પાણી ફરી વળ્યુ હતુ.

rain 7 ઉના, ગીરગઢડામાં આભ ફાટ્યું, એન.ડી.આર.એફ અને હેલિકોપ્ટરની મદદ લેવાઈ

નદીના પાણી ગામમાં ફરી વળતા મકાનોમાં 12 ફૂટ પાણી ભરાયા હતા. લોકોને ઘરની બહાર કાઢી  ઉચાણ વાળા વિસ્તારોમાં લઇ જવાયા હતા. સ્થાનીક જિલ્લા વહીવટી તંત્રનું ડીઝાસ્ટર મેનેજમેન્ટ વામણું પુરવાર થયું હતું.

rain 6 ઉના, ગીરગઢડામાં આભ ફાટ્યું, એન.ડી.આર.એફ અને હેલિકોપ્ટરની મદદ લેવાઈ

આસમાની આફતના કારણે કરેણી વેળાકોટ, હરમડિયા, આલિદર સહિત બન્ને તાલુકાના 30 થી વધુ ગામોની પરિસ્થિતિ દયનિય બની છે.

rain 5 ઉના, ગીરગઢડામાં આભ ફાટ્યું, એન.ડી.આર.એફ અને હેલિકોપ્ટરની મદદ લેવાઈ

રેલવેના પાટા ધોવાઈ જતા રેલ્વેને અધવચ્ચે રોકવાની ફરજ પડી છે.  ગિરગઢડા તાલુકાના હરમડિયા, નવાગામ ,જામવાળા, ફાટસર ,ઇટવાય ,કોદીયા, સનવાવ ,ધ્રાબાવડ, કાણકીયા, કરેણી, આંબાવાડ,ફૂલકા, ખિલાવડ બાબરીયા, વેળાકોટ ઝાંઝરીયા, નવા ઉગલા ગામોમાં પાણી ફરી વળ્યાં છે.

rain 4 ઉના, ગીરગઢડામાં આભ ફાટ્યું, એન.ડી.આર.એફ અને હેલિકોપ્ટરની મદદ લેવાઈ

સ્થાનીક જિલ્લા વહીવટી તંત્રનું ડીઝાસ્ટર મેનેજમેન્ટ વામણું પુરવાર થયું હતુ. એન.ડી.આર.એફ. ની બીજી ટીમ પણ બોલાવી રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ છે.