Not Set/ ગુજરાત વિધાનસભાની ચૂંટણી : કોંગ્રેસ એક્શન મોડમાં, સિનિયર નેતાઓને સોપી જવાબદારી

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી ટૂંક સમયમાં યોજાઇ રહી છે. તેને લઈને ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગયી છે. કોંગ્રેસમાં છેલ્લા કેટલાય સમયથી ભંગાણની પરિસ્થિતી જોવા મળી રહી છે. હજુ ચૂંટણી કમિશન તરફથી ચૂંટણીની તારીખો જાહેર થઈ નથી. તેમ  છતાય કોંગ્રેસે પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૈયારી શરૂ કરી દીધી છે. આગામી સમયમાં યોજનારી વિધાનસભાની પેટા ચુંટણીમાં […]

Top Stories Ahmedabad Gujarat Politics
gujrat gongres ગુજરાત વિધાનસભાની ચૂંટણી : કોંગ્રેસ એક્શન મોડમાં, સિનિયર નેતાઓને સોપી જવાબદારી

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી ટૂંક સમયમાં યોજાઇ રહી છે. તેને લઈને ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગયી છે. કોંગ્રેસમાં છેલ્લા કેટલાય સમયથી ભંગાણની પરિસ્થિતી જોવા મળી રહી છે. હજુ ચૂંટણી કમિશન તરફથી ચૂંટણીની તારીખો જાહેર થઈ નથી. તેમ  છતાય કોંગ્રેસે પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૈયારી શરૂ કરી દીધી છે.

આગામી સમયમાં યોજનારી વિધાનસભાની પેટા ચુંટણીમાં કોંગ્રેસે મોસ્ટ સિનિયર નેતાઓને જવાબદારી સોપી છે. અને દરેક નેતાની નીચે પાંચ ધારાસભ્યોની ટિમ કાર્યરત  રહેશે.  કોંગ્રેસ આ  પેટા ચુંટણીમાં કોઈ કચાસ રાખવા નથી માંગતી.

રાધનપૂર અને બાયડ  બંને બેઠક  પક્ષાંતરને કારણે ખાલી પડી છે. રાધનપૂર બેઠકની જવાબદારી કોંગ્રેસ હાઇ કમાન્ડ તરફથી અર્જુન મોઢવાડિયાને સોપવામાં આવી છે તો બાયડ વિધાનસભાની જ્વાબદારી મધુસૂદન મિસ્ત્રીને સોપવામાં આવી છે. લુણાવાડાની જ્વાબદારી ભરતસિંહ સોલંકીને તો મોરવાહડફની જ્વાબદારી તુષાર ચૌધરી અને ખેરાલુની જ્વાબદારી જગદીશ ઠાકોરને સોપવામાં આવી છે.

સાથે સાથે થરાદ ની જ્વાબદારી સિધ્ધાર્થ પટેલ અને અમરાઇવાડીની જ્વાબદારી દિપક બાબરિયાને સોપવામાં આવી છે. લોકસભા ચુંટણીમાં કારમીહાર બાદ આ પેટા ચુંટણીમાં કોંગ્રેસ કોઈ જ કચાસ રાખવા માંગતી નથી. તો સાથે દ્વારિકામાં પણ  સ્થાનિક  કાર્યકર્તાઓને ચૂંટણી માટે તૈયાર રહેવા ની સૂચના આપી દેવામાં આવી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.