સુરત/ વરાછાના મોતી નગર સોસાયટીમાંથી ત્રણ સગીર બાળકીઓ રહસ્યમય રીતે ગુમ

સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી મોતીનગર સોસાયટીમાં રહેતા બે પરિવારની ત્રણ સગીર બાળકીઓ અચાનક જ ગુમ થઈ ગઈ હતી. બે બાળકીઓ અભ્યાસ કરતી હતી.

Gujarat Surat
Untitled 158 10 વરાછાના મોતી નગર સોસાયટીમાંથી ત્રણ સગીર બાળકીઓ રહસ્યમય રીતે ગુમ

@દિવ્યેશ પરમાર 

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મોતીનગર સોસાયટીમાં ત્રણ બાળકીઓ અચાનક જ ગુમ થઈ જતા ખળભળાટ મચી ગયો હતો. 15 વર્ષની બે અને 14 વર્ષની એક એમ ત્રણ સગીરાઓ અચાનક જ ગુમ થઈ જતા પરિવારજનો એ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ ના આધારે પોલીસે તાત્કાલિક કામગીરી શરૂ કરી સગીરાઓને શોધવા કવાયત હાથ ધરી હતી

સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી મોતીનગર સોસાયટીમાં રહેતા બે પરિવારની ત્રણ સગીર બાળકીઓ અચાનક જ ગુમ થઈ ગઈ હતી. બે બાળકીઓ અભ્યાસ કરતી હતી. જ્યારે એક બાળકી અભ્યાસ છોડી ઘરે જ રહેતી હતી.તે દરમિયાન બે બાળઓ પોતાના ઘરેથી શાળાએ જવાનું કહ્યું ઘરેથી નીકળ્યા બાદ ઘરે પરત ફરી ન હતી.

ઘરે પરત ન ફરતા શાળામાં પૂછપરછ કરવામાં આવતા શાળા દ્વારા જણાવવામાં આવ્યું કે તેમની બાળકીઓ શાળાએ અભ્યાસ કરવા માટે આવી જ નથી તેવી જ રીતે તેમના જ બાજુના ઘરમાં રહેતી અન્ય સગીરા પણ ગુમ હતી. તેથી બંને પરિવાર એ એકબીજા સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે અભ્યાસ કરતી બે બાળાઓ તેમના ઘરે આવી હતી અને તેમની બાળકીને પણ શાળાએ લઈ જવા માટે કહેવામાં આવ્યું છે.જેથી તેમની બાળકીને પણ તેમની સાથે જ મોકલી દીધી હતી.

ઘટનાને પગલે તાત્કાલિક વાલીઓએ વરાછા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો.અને ઘટનાને પગલે વરાછા પોલીસના સ્ટાફ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સ્થળ પર પહોંચી સીસીટીવી ફૂટેજ તેમજ આસપાસના વિસ્તારમાં પૂછપરછ હાથ ધરી હતી.મહત્વનું કહી શકાય કે ત્રણે બાળા સગીર વયની છે. જેમાંથી બે બાળકીઓ 15 વર્ષની છે જ્યારે એક 14 વર્ષની છે. ઘટનાની ગંભીરતાને લઈ તાત્કાલિક કામગીરી કરવા માટે ઉચ્ચ  અધિકારીઓ દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા.જેથી હાલ વરાછા પોલીસે બાળકીને શોધવા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરી છે.

આ પણ વાંચો:સી. આર. પાટિલની અધ્યક્ષતામાં મળી ભાજપની બેઠક, કરાઈ આ મહત્વની ચર્ચાઓ

આ પણ વાંચો:મુકુલ વાસનિક બન્યા ગુજરાત કોંગ્રેસના પ્રભારી

આ પણ વાંચો:સુરતમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ,પરિણીતાને સાસરિયા પર લગાવ્યા ગંભીર આક્ષેપો

આ પણ વાંચો:શ્રાવણ માસના પહેલા દિવસે સ્વયંભૂ પ્રગટેલા જડેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓનો જમાવડો