Not Set/ ગુજરાતનાં સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો, નશીલા શિપરની 4942 બોટલો ઝડપી

ગુજરાતનાં સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીનાં આધારે અમદાવાદ જિલ્લાનાં સાણંદ તેમજ બાવળા તાલુકામાં રેડ કરી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલને માહિતી મળી હતી કે બાવળા તાલુકાનાં ચિયાળા ગામમાં રહેતો કિરણસિંહ ચૌહાણ નામનો શખ્સ ગેરકાયદેસર રીતે પરવાનગી વિના નશાકારક શિરપનું વેચાણ કરે છે. સ્ટેટ મોનીટરીંગ સેલે આ શખ્સનાં ગોડાઉનમાં રેડ કરતા પરવાનગી વિનાની 1.28 લાખની કિંમતની 1169 શિરપની […]

Ahmedabad Gujarat
a602d226d68171e8556d0083486626ed ગુજરાતનાં સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો, નશીલા શિપરની 4942 બોટલો ઝડપી
a602d226d68171e8556d0083486626ed ગુજરાતનાં સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો, નશીલા શિપરની 4942 બોટલો ઝડપી

ગુજરાતનાં સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીનાં આધારે અમદાવાદ જિલ્લાનાં સાણંદ તેમજ બાવળા તાલુકામાં રેડ કરી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલને માહિતી મળી હતી કે બાવળા તાલુકાનાં ચિયાળા ગામમાં રહેતો કિરણસિંહ ચૌહાણ નામનો શખ્સ ગેરકાયદેસર રીતે પરવાનગી વિના નશાકારક શિરપનું વેચાણ કરે છે.

સ્ટેટ મોનીટરીંગ સેલે આ શખ્સનાં ગોડાઉનમાં રેડ કરતા પરવાનગી વિનાની 1.28 લાખની કિંમતની 1169 શિરપની બોટલો મળી આવી હતી. તેમજ તપાસ દરમ્યાન અન્ય એક મિહીર પટેલ નામનો શખ્સ પણ પોતાના ઘરમાંથી આવી નશાયુક્ત દવાઓનો વેચાણ કરતો હોવાનું તેમજ તેનાં ઘરમાં મોટો જથ્થો હોવાની માહિતી મળતા ત્યાં પણ રેડ કરવામાં આવી હતી.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને જ સ્ટેટ મોનીટરીંગ સેલે આ દરોડા પાડ્યા હતા. મિહીર પટેલનાં ઘરમાં તપાસ કરતા ત્યાથી 4.44 લાખની કિમંતની 3773 શિપરની બોટલોનો જથ્થો કબ્જે કરાયો હતો.

પકડાયેલા આરોપી મિહીર પટેલની પુછપરછમાં સામે આવ્યુ કે અગાઉ તેનો ભાઇ મેડિકલ સ્ટોર ચલાવતો હતો અને આ શિરપ વેચતો હતો પણ આવો જ કેસ તેનાં પર કરાતા તેનું મેડિકલ લાઇસન્સ રદ્દ કરાયુ હતુ. જેથી મિહીર પટેલે ઘરમાંથી જ ગેરકાયદેસર શિરપ વેચવાનો કાળો કારોબાર શરૂ કર્યો. 

પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યુ કે અમદાવાદનાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અગાઉ આજ પ્રકારનાં ગુનામાં પકડાયેલ ભરત ચૌધરી નામનાં શખ્સ પાસેથી આ જથ્થો મેળવ્યો હતો. આ સમગ્ર મામલે પકડાયેલા બન્ને શખ્સોની વધુ પુછપરછ હાથ ધરાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews