Ahmedabad/ કોરોના મહામારીમાં સરકારી અનાજ સગેવગે કરવાનું ઝડપાયું કૌભાંડ

ગુજરાતમાં કહેર મચાવનારા કોરોના વાયરસની મહામારીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને લોકો આર્થિક તંગનો સામનો કરી રહ્યા છે, ત્યારે લોકડાઉનથી જ સરકાર દ્વારા લોકોને અનાજ આપવામાં આવે છે,

Ahmedabad Gujarat
a 73 કોરોના મહામારીમાં સરકારી અનાજ સગેવગે કરવાનું ઝડપાયું કૌભાંડ

ગુજરાતમાં કહેર મચાવનારા કોરોના વાયરસની મહામારીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને લોકો આર્થિક તંગનો સામનો કરી રહ્યા છે, ત્યારે લોકડાઉનથી જ સરકાર દ્વારા લોકોને અનાજ આપવામાં આવે છે, પરંતુ અમદાવાદ શહેરમાં પુરવઠા નિગમના ગોડાઉનમાંથી સરકારી અનાજ સગેવગે કરવાનું મસમોટું કૌભાંડ પોલીસના હાથે ઝડપાયું છે.

મળતી જાણકારી મુજબ, અમદાવાદના  નરોડામાં સેક્ટર 2 જેસીપી સ્ક્વોડની ટીમે આ મસમોટુ કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે સરકારી અનાજ બારોબાર વેચી મારવાનું કૌભાંડ ચાલતું હોવાની બાતમી મળી હતી. નરોડા GIDCમાં ફેજ-3માં અંબિકા કાંટાની ગલીમાં મુડસોડનીક કંપનીની બાજુમાં આવેલ ગોડાઉન નં 12માં એક ટ્રક મારફતે સરકારી અનાજનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હોવાની પોલીસને બાતમી મળતા હરકતમાં આવી રેડ પાડી હતી.

આપણ વાંચો: surat: ‘મમ્મી પપ્પા લોકો મને જીવ નથી દેતા…’ કહી યુવકે કર્યો આપઘાત…

ચોક્કસ બાતમીને આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આ તપાસમાં આ આખું કૌભાંડ સામે બહાર આવ્યું છે. આ તપાસમાં સામે આવ્યું છે કે, સરકારી અનાજ બારોબાર સોદો કરી વેચી દેવામાં આવતું હતું.

આપને જણાવી દઈએ કે, કોરોના મહામારીમાં સરકાર દ્વારા અપાતા ગરીબ લોકોના સસ્તા અનાજને સગેવગે કરી આ કૌભાંડ રચાયું છે અને ગરીબોને આપી ને બારોબાર વેચી દેવામાં આવે છે, અને ખરા હકદારને અનાજ માટે વલખા મારવા પડે છે. ત્યારે આ મામલે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાંચ લોકો સામે ફરિયાદ દાખલ કરી છે.