કચ્છ/ મુન્દ્રા રક્તચંદન કેશમાં તપાસનો ધમધમાટ

ભોલી એક્સપોર્ટના દસ્તાવેજો નો દુરુપયોગ કરીને ચંદન મોકલવામાં આવી રહ્યું હતું.  આ સમગ્ર કેસમાં આજે તપાસ ચાલી રહી છે ચંદન નો 12 ટન જથ્થો હોવાનું જાણવા મળે છે.

Gujarat Others
Untitled 93 9 મુન્દ્રા રક્તચંદન કેશમાં તપાસનો ધમધમાટ
  • ચંદન હોંગકોંગ જવાનું હતું, તપાસ દિલ્હી સુધી લંબાઈ

મુન્દ્રા પોર્ટ ખાતેથી ચંદનના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. આ સમગ્ર કેસમાં આજે બીજા દિવસે તપાસનો ધમધમાટ જોવા મળ્યો હતો.  જાણવા મળતી વિગતો મુજબ મુન્દ્રાના ઓલ કાર્ગો સી.એફ.એસ માં આજે તપાસનો ધમધમાટ જોવા મળ્યો છે.  આ રકતચંદન હોંગકોંગ જવાનું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક્સપોર્ટ પાર્ટી આ બાબતથી અજાણ છે.  ભોલી એક્સપોર્ટ્સ મુન્દ્રાથી રેગ્યુલર એક્સપોર્ટ કરે છે. સામાન્ય રીતે કોઈ પણ રેગ્યુલર એક્સપોર્ટર આ રીતના શિપમેન્ટ કરતા નથી.  ત્યારે ભોલી એક્સપોર્ટના દસ્તાવેજો નો દુરુપયોગ કરીને ચંદન મોકલવામાં આવી રહ્યું હતું.  આ સમગ્ર કેસમાં આજે તપાસ ચાલી રહી છે ચંદન નો 12 ટન જથ્થો હોવાનું જાણવા મળે છે.  જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત12 કરોડ રૂપિયા આંકવામાં આવે છે. આ કેસમાં જુદી જુદી એજન્સીઓ તપાસમાં જોડાઈ છે. એટલું જ તપાસ દિલ્હી લંબાઈ છે. લાંબા સમય બાદ આ ચંદનની હેરાફેરીનો પર્દાફાશ થયો છે.

ઉલ્લેખનીય છે કે, ડી આર આઈ ની ટીમ દ્વારા ગતરોજ આ જથૃથો ઝડપી પાડવામાં આવ્યો હતો.  દિલ્હી ની ભોલી એક્સપોર્ટ્સ નામની પેઢી જે આર્યન એન્ડ બ્રાસ બિલ્ડીંગ મટીરીયલ ના નામે આ રક્તચંદન મોકલવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. ભૂતકાળમાં પણ મુંદ્રા પોર્ટ પરાથી રક્તચંદન નો જથૃથો ઝડપાઈ ચૂકયો છે ત્યારે ફરી એક વખત રકતચંદનનો જથૃથો ઝડપાતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે.

ગુજરાત / 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂનો સમય લંબાવાયો, રાજ્યમાં ઓમિક્રોનની ગંભીરતા ખૂબ ઓછી : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

હવામાન વિભાગ / માવઠાની અસર: રાજ્યમાં હજુ બે દિવસ ઠંડીમાં થશે વધારો

ગુજરાત / કેન્દ્રીય આરોગ્ય સચિવના કોરોના ગાઇડલાઇનનું કડક પાલનના આદેશ, વચ્ચે વિશાળ જનમેદની વચ્ચે CM યોજશે રોડ શો ..?

Omicrone / ઓમિક્રોન બનશે કોરોનાની કુદરતી રસી, નિષ્ણાતોએ કહ્યું- હવે થશે મહામારીનો અંત!

કોરોના સંક્રમિત / નોરા ફતેહીની કોરોનાથી થઈ હાલત ખરાબ, કહ્યું- ઘણા દિવસોથી બેડ પર પડી છું…