રાજકોટ/ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતી પરીક્ષા ઘરબેઠા નિહાળો : ગેરરીતિ અટકાવવા આવકારદાયક પગલું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હિન્દુસ્તાનની એવી પ્રથમ યુનિવર્સિટી હશે જેમાં ચાલુ પરીક્ષાનું લાઈવ બતાવવામાં આવશે.

Top Stories Gujarat Rajkot
સૌરાષ્ટ્ર

ભૂતકાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર ફૂટવા બાબતે અનેક વખત વિવાદોમાં આવી ચૂકી છે. તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવતી અનેક કોલેજોમાં ચોરી થતી હોવાના અનેક કિસ્સાઓ અત્યાર સુધીમાં સામે આવી ચૂક્યા છે. ત્યારે આખરે ખરડાયેલી છબી સુધારવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આજથી જુદા-જુદા 50 કોર્સની પરીક્ષા શરુ કરવામાં આવી છે. જે અંતર્ગત યુનિવર્સિટીનાં 51 હજાર વિદ્યાર્થીની રેમીડિયલ પરીક્ષા પણ શરૂ થઇ છે. ત્યારે પરીક્ષા કેન્દ્રોનાં સીસીટીવી ફૂટેજ લાઈવ બતાવવા માટે સોમવારે ટ્રાયલ પણ કરવામાં આવ્યું હતું. જે સફળ રહ્યા બાદ હવે આજથી પરીક્ષાના સમય દરમિયાન લોકો જે-તે કોલેજના ફૂટેજ લાઈવ નિહાળી શકશે. યુનિવર્સિટીની વેબસાઈટ પર જ એક્ઝામ સેક્શનમાં એક્ઝામ લાઈવનો ઓપ્શન અપાશે જેના ઉપર ક્લિક કરવાથી રાજકોટ, જામનગર, મોરબી, અમરેલી સહિત 5 જિલ્લાના નામ ખૂલશે, જે જિલ્લાની કોલેજના સીસીટીવી ફૂટેજ જોવા હશે તે જિલ્લા ઉપર ક્લિક કરવાથી તે જિલ્લાની તમામ કોલેજોના નામ ખૂલશે, ત્યારબાદ વ્યક્તિને જે કોલેજના સીસીટીવી ફૂટેજ જોવા હશે તે કોલેજના નામ ઉપર ક્લિક કરવાથી તે કોલેજના જેટલા ક્લાસરૂમમાં પરીક્ષા ચાલી રહી હશે તે લાઈવ બતાવશે. રેમીડિયલ પરીક્ષા

સૌરાષ્ટ્ર

આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઇન્ચાર્જ કુલપતિ ડૉ.ગિરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હિન્દુસ્તાનની એવી પ્રથમ યુનિવર્સિટી હશે જેમાં ચાલુ પરીક્ષાનું લાઈવ બતાવવામાં આવશે. તાજેતરમાં જ એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં દરેક માણસ દરેક જગ્યાએથી ચાલુ પરીક્ષા દરમિયાન ગેરરીતિ થાય છે કે કેમ અને પરીક્ષાર્થી ક્લાસરૂમમાં શું કરી રહ્યો છે તે જોઈ શકે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેથી પરીક્ષામાં પેપર ફૂટવાનો પ્રશ્ન પણ રહેશે નહિ. ક્લાસમાં જ પેપર ખુલશે અને વિદ્યાર્થીઓને આપવામાં આવશે. આગામી 19 તારીખથી યુનિવર્સિટીની પરીક્ષાઓ શરુ થઇ રહી છે ત્યારે આ પરીક્ષામાં જ આ બાબતને અમલી બનાવવામાં આવશે.આ પરીક્ષાઓ જ લોકો નિહાળી શકશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતી પરીક્ષાને જોવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર જોઈ શકાશે.

આ પણ વાંચો : ખેડા જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ રાજેશ ઝાલા કોંગ્રેસથી નારાજ : ભાજપમાં જોડાય તેવી અટળકો