અમદાવાદ/ યુવક એક તરફી પ્રેમમાં થયો પાગલ, પછી યુવતી સાથે કર્યું એવું કે…

યુવતીએ આક્ષેપ મુક્યો છે કે એક તરફી પ્રેમમાં પાગલ પુરુષો સોમવારે યુવતીને ધમકાવી, માર માર્યો અને અપહરણની કોશિશ કર્યાના પણ આક્ષેપ મૂક્યા છે….

Ahmedabad Gujarat
એક તરફી પ્રેમમાં

આજના આ સોશિયલ મીડિયાના યુગમાં અનેક યુગલો પ્રેમમાં પડતા હોય છે, એમાં અનેક યુગલોનો પ્રેમ કહીએ તો જન્મોજન્મ માટે રહી જાય છે, તો બીજી બાજુ કેટલાક યુગલોમાં કોઈ છોકરો એક તરફી પ્રેમમાં પાગલ પણ થઇ જાય છે અને પછી ના કરવાનું પણ કરી બેસતા હોય છે. આ જ પ્રમાણે રાજ્યના સૌથી મોટા શહેર એવા અમદાવાદમાંથી એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં યુવક એક છોકરીના એક તરફી પ્રેમમાં પાગલ થઇ ગયો હતો અને પછીથી ના કરવાનું કરી બેસ્યો હતો.

આ પણ વાંચો :સુરતમાં ભારે વરસાદથી મકાનની દીવાલ ધસી પડતા દંપતીનું મોત

આ અંગે વાત કરીએ તો, શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી પ્રાઈવેટ હોસ્પિટલમાં એક 23 વર્ષની યુવતી કે જે નર્સ તરીકે ફરજ બજાવતી હતી તેણે રવિવારે એક તરફી પ્રેમમાં પાગલ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આક્ષેપ મુક્યો છે કે એક તરફી પ્રેમમાં પાગલ પુરુષો સોમવારે યુવતીને ધમકાવી, માર માર્યો અને અપહરણની કોશિશ કર્યાના પણ આક્ષેપ મૂક્યા છે.

આ પણ વાંચો :ફરી એકવાર ધ્રૂજી કચ્છની ધરા, રાપરમાં અનુભવાયો 2.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

મળતી માહિતી મુજબ,  શહેરના ગીતા મંદિર પાસે આવેલા ભારતનગરની એક યુવતી સાથે 25 વર્ષના નારોલના આરોપી રાહુલ મહેરિયાએ તેને હોસ્પિટલમાં નર્સ તરીકે રાખી હતી અને પછી તેની સાથે રિલેશનશિપ રાખવાની વાત કરી હતી.

યુવતીએ પ્રેમીએ કરેલા વ્યવહાર અંગે જણાવ્યું કે, જ્યારે તે પોતે પગથિયામાં હતી ત્યારે આ મામલે રાહુલ સાથે વાત કરી રહી હતી, આ દરમિયાન રાહુલે તેના હાથમાં પાણીની બોટલ ખેંચી લીધી અને તેનાથી જ મારવા લાગ્યો હતો. આ ઉપરાંત રાહુલે બાઈક યુવતીના ડાબા પગ પર ચડાવી દીધી હતી.

આ પણ વાંચો :  108 ઇમર્જન્સી સેવા છોટાઉદેપુરના પાઇલોટના પરિવારને રૂા. 50 લાખની સહાય ચૂકવવામાં આવી

આ સાથે સાથે તેણીએ આક્ષેપ લગાવ્યો હતો કે,પોતાની સાથે બનેલી ઘટના અંગે કોઈને વાત ના કરે અને આ સાથે તેને મારી નાખવાની પણ ધમકી આપી હતી. બીજી બાજુ આ સમગ્ર મામલે હવે પીડિત યુવતીએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં મંગળવારે ફરિયાદ નોંધાવી  છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :રિક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત થતા ડ્રાઇવર અને બે બાળકોનાં મોત થયા