Not Set/ જૂની અદાવતને લઈને બે ગ્રુપ વચ્ચે ભર બજારમા અથડામણ, ત્રણ રાઉન્ડ કર્યું ફાયરિંગ

ગીર સોમનાથ ગીર સોમનાથના કોડીનારમાં જૂની અદાવતને લઈને બે ગ્રુપ વચ્ચે અથડામણ થતા સામ સામા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરાતા શહેરમાં ચકચાર મચી ગઈ હતી. હુમલામાં ત્રણ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તમામને નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા. કોડીનાર શહેરમાં બાપુડી ગેંગ અને નાથા સોલંકી ગેંગ વચ્ચે ધોળાદિવસે ભર બજારમા બબાલ શરુ થઇ ગઈ હતી. સોમવારે સમી સાંજે […]

Gujarat Others Trending
LASH 5 જૂની અદાવતને લઈને બે ગ્રુપ વચ્ચે ભર બજારમા અથડામણ, ત્રણ રાઉન્ડ કર્યું ફાયરિંગ

ગીર સોમનાથ

ગીર સોમનાથના કોડીનારમાં જૂની અદાવતને લઈને બે ગ્રુપ વચ્ચે અથડામણ થતા સામ સામા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરાતા શહેરમાં ચકચાર મચી ગઈ હતી. હુમલામાં ત્રણ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તમામને નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા.

કોડીનાર શહેરમાં બાપુડી ગેંગ અને નાથા સોલંકી ગેંગ વચ્ચે ધોળાદિવસે ભર બજારમા બબાલ શરુ થઇ ગઈ હતી. સોમવારે સમી સાંજે કોડીનાર તાલુકા પંચાયત કચેરી નજીના રોડ પર બંને ગ્રુપના કુલ 6 સભ્યો સામે સામે આવી જતા વાતાવરણતંગ બન્યું હતું અને એકા એક તમામ શખ્સો એક બીજા પર તૂટી પડયા હતા.

આ બબાલમાં અચાનક પિસ્તોલથી ત્રણ રાઉન્ડ જેટલા ફાયરિંગ થતા ભાગંભાગ મચી હતી. હુમલામાં નાથા લખમણ સોલંકી અને ભાવેશ બામણીયા નામના બે  વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. તો બાપુડી ગેંગના એક શખ્સને પણ ઈજા પહોંચતા તમામને હોસ્પિટલ ખસેડાયા હતા.

આપણે જણાવી દઈએ કે બાપુડી ગેંગ અને નાથા સોલંકી ગેંગ વચ્ચે ભૂતકાળમાં પણ અનેક વખત બબાલ થઇ હતી. લાંબા સમયથી આ બંને ગેંગ વચ્ચે જૂની અદાવતને લઈને ઘર્ષણ સર્જાતું રહે છે  જેના કારણે વારંવાર શહેરની શાંતિભંગ થઈ રહી છે.