સાબરકાંઠા/ રિક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત થતા ડ્રાઇવર અને બે બાળકોનાં મોત થયા

સાબરકાંઠાના ઈડર – વિજયનગર પોળ જવાના હાઈવે પર એક કરૂણ અકસ્માત ની ઘટના સામે આવી છે

Gujarat Others

કોરોનાકાળ માં લોકડાઉન  સમયે અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ લોકડાઉનમાં છૂટછાટ બાદ ફરી રોડ અકસ્માત ની સતત રોજે રોજ ઘટનાઓ સામે આવી રહી છે. આજે સાબરકાંઠાના ઈડર – વિજયનગર પોળ જવાના હાઈવે પર એક કરૂણ અકસ્માત ની ઘટના સામે આવી છે. જેમાં રીક્ષા અને ઈકો કાર વચ્ચેના ગમખ્વાર અકસ્માત માં બે બાળકો સહિત ત્રણ લોકોના મોત  થયા છે. જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે.

લો ફોરેસ્ટ ખાતે ફરીને આનંદ સાથે પરિવાર ઘરે જવા માટે આવી રહ્યો હતો, ત્યારે ઈડર તાલુકાના કડીયાદરા અને ચોરવાડ વચ્ચે તેમની રીક્ષા પહોંચી હતી, તે સમયે કાળ બનીને આવેલી ઈકો કાર સાથે જબરદસ્ત ટક્કર થઈ ગઈ, અચાનક બંને વાહનો વચ્ચે ટક્કર સર્જાતા સ્થળ પર બે માસુમ બાળકો સહિત એક વ્યક્તિનુ કમકમાટી કર્યુ મોત નિપજ્યુ હતું.