Gujarat/ મુંબઈની યુવતિએ અમદાવાદના પતિ સહિત સાસરિયાઓ સામે નોંધાવી ફરિયાદ

5 વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ મારફતે યુવતીને પ્રેમસંબંધ બંધાયો હતો

Ahmedabad Gujarat Uncategorized
WhatsApp Image 2021 03 06 at 7.05.45 PM મુંબઈની યુવતિએ અમદાવાદના પતિ સહિત સાસરિયાઓ સામે નોંધાવી ફરિયાદ

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં મુંબઈની યુવતી અમદાવાદના પતિ સામે ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી છે.. પતિ તેમજ સાસુ-સસરાએ ભેગા મળીને યુવતીને શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરતા અંતે યુવતીઓ પોલીસ નો સહારો લીધો છે..

અમદાવાદના ફતેવાડીમાં રહેતી અને મૂળ મુંબઈની ૨૨ વર્ષીય ઈરમબાનું પઠાણ નામની યુવતીને આજથી 5 વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ મારફતે આલ્ફાસખાન પઠાણ નામના યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો..જેથી બંનેએ પરિવારની જાણ બહાર લગ્ન કરી લીધા હતા..જોકે યુવતિના પરિવારને તેના લગ્નની જાણ થઈ જતા પરિવારે ધામધૂમથી યુવતીના લગ્ન આલ્ફાસખાન સાથે કરાવ્યા હતા..તે સમયે પણ યુવક પોતાના મિત્રો સાથે લગ્ન કરવા પહોંચયો હતો અને માતા પિતા કે પરિવારને પોતાના લગ્નની જાણ કરી ન હતી.. જે બાદ અલ્ફાઝ ખાન યુવતીને લઇને અમદાવાદ આવ્યો હતો અને અમદાવાદમાં ફતેવાડી સરખેજ માં એક મકાન ભાડે રાખી યુવતીને રાખતો હતો અને માત્ર દિવસના સમયે યુવતી પાસે જતો હતો… જે બાદ તેઓના લગ્નની જાણ યુવકના માતા-પિતા ને થતા તેઓએ યુવતીને જણાવ્યું હતું કે “તને રાખવી નથી તું મારા દીકરા અલ્ફાસને છૂટાછેડા આપી દે”.. જેથી યુવતીએ પોતાના ઘરે વાત કરતા તેના પરિવારના સભ્યો ભેગા થયા હતા અને યુવતીના સાસુ-સસરાએ યુવતીના માતા-પિતાને શરત રાખી હતી કે “અમારા રીવાજ મુજબ લગ્ન કરાવવા પડશે અને અમારા સંબંધીના લગ્નમાં બોલાવવા પડશે અને લગ્ન માટે પાર્ટી પ્લોટ નો ખર્ચ તમારે ચૂકવવો પડશે અને દીકરાને મોટરસાયકલ તથા મકાન લઈ આવવું પડશે”..

જેથી લગ્નના પાર્ટી પ્લોટના ખર્ચના 40 હજાર રૂપિયા યુવતીના માતા-પિતાએ ભરીને દીકરીના લગ્ન કરાવ્યા હતા..તેમજ મોટર સાયકલનું ડાઉન પેમેન્ટ ભરી પતિને લઇ આપ્યું હતું..બાદમાં યુવતી સાસુ સસરા તથા પતિ સાથે તેમના ઘરે રહેતી હતી… સાસુ સસરા તથા પતિ ઘરકામ બાબતે શારીરિક-માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા..યુવતીના ઘરમાં વોશિંગ મશીન હોવા છતાં યુવતીના સાસુ તેમજ પતિ યુવતીના હાથે કપડા ધોવડાવતા હતા..યુવતીના માતાપિતા સાથે મકાન લઇ આપવાની વાત થઇ હતી તે જે હજુ સુધી તેઓએ લઇ આપ્યું નથી તેવું જણાવી સાસુ પાંચ લાખ રૂપિયાના દહેજની માંગણી કરતા હતા..યુવતીની નણંદ અવારનવાર તેમના ઘરે આવી પતિ અને સાસુ સસરાનું ઉપરાણું લઇને યુવતીને શારિરીક માનસિક ત્રાસ આપતા હતા..યુવતી પોતાના માતા-પિતાને આ અંગે અવારનવાર જાણ કરતી હતી પરંતુ તેનો સંસાર બગડે નહીં તે માટે તેને માતા-પિતા સમજાવતા હતા…9 મહિના પહેલા યુવતી બીમાર હોવાથી તેના પતિને દવાખાને લઈ જવાનું કહેતા પતિએ માર માર્યો હતો, જેથી યુવતીએ સુરત ખાતે તેના મામાને ફોન કરીને બોલાવી તેઓની સાથે સુરત જતી રહી હતી અને ત્યાંથી પોતાના પિતાના ઘરે મુંબઇ જતી રહી હતી…

૫મી માર્ચના રોજ યુવતી પોતાના દાદા દાદી અને ભાઈ સાથે અમદાવાદ ખાતે આવી અને સાસરિયાઓ સાથે વાતચીત કરવાની પ્રયત્ન કર્યો હતો છતાં પણ સાસરિયાઓએ તેને રાખવા તૈયાર ન હોય જેથી તેણે પતિ અને સાસુ-સસરા સહિત ચાર સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે આ મામલે સરખેજ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.