કોરોના રોગચાળાના સમયગાળામાં તબક્કાવાર રીતે આરંભાયેલી આર્થિક પ્રવૃત્તિઓ લગભગ સંપૂર્ણપણે ખુલી ગઈ છે. આર્થિક અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં આવેલા ઉછાળાને કારણે સરકારને મળેલ જીએસટીની આવક પણ પૂર્વ-કોવિડ સ્તર કરતા વધારે પહોંચી ગઈ છે. નવેમ્બર મહિનામાં પણ જીએસટી કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા તાજા આંકડા અનુસાર નવેમ્બર 2020 માં 1,04,963 કરોડ સંગ્રહ કરવામાં આવ્યો હતો.
જેમાંથી સીજીએસટી રૂ .19,189 કરોડ, એસજીએસટી 25540 કરોડ અને આઈજીએસટી 51992 કરોડ એકત્રિત થયા છે. 51,992 આઇજીએસટીમાંથી 22078 કરોડ આયાત કરેલા માલમાંથી વસૂલવામાં આવ્યા હતા. આ સાથે જ સરકારે 8242 કરોડ રૂપિયાનો સેસ પણ એકત્રિત કર્યો છે. જેમાંથી 809 કરોડ રૂપિયા આયાત કરેલા માલમાંથી વસૂલવામાં આવ્યા હતા.
નવેમ્બર 2019 ની સરખામણીએ જીએસટી કલેક્શન 1.4% વધારે હતું – મંદીમાંથી પસાર થઈ રહેલા અર્થતંત્ર માટે એક સારો સંકેત છે કે નવેમ્બર 2019ની તુલનામાં નવેમ્બર 2020 માં જીએસટીની આવક 1.4% નોંધાઈ હતી.આઈજીએસટીથી એસજીએસટીમાં 16286 કરોડનું સમાધાન થયું હતું. સમાધાન બાદ સીજીએસટી 41,482 કરોડ રૂપિયા અને એસજીએસટી 41,826 કરોડ રૂપિયા રહ્યા છે. આ આંકડા વચ્ચેનો બીજો સારો સંકેત એ છે કે આયાતી માલ કરતા 4.9 ટકા વધુ જીએસટી એકત્રિત કરવામાં આવ્યો છે. 30 નવેમ્બર સુધીમાં 82 લાખ જીએસટીઆર -3 બી રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે.
મહિનો રૂ. જીએસટી કરોડ રૂપિયામાં
2019 2020
નવેમ્બર 103491 104963
ઓક્ટોબર 95379 105155
સપ્ટેમ્બર 91916 95480
ઓગસ્ટ. 98202 86449
જુલાઇ. 102083 87422
જૂન. 99939 90917
મે 100289 62151
એપ્રિલ 113865 32172
નવેમ્બર 2020 માં, રાજ્યોમાં જીએસટી સંગ્રહ આ રીતે રહ્યો
નવેમ્બર મહિનામાં સૌથી વધુ જીએસટી સંગ્રહ મહારાષ્ટ્રમાં 15001 કરોડ રૂપિયા હતો. 7566 કરોડ રૂપિયાની સાથે ગુજરાત બીજા ક્રમે રહ્યું છે, જ્યારે તમિળનાડુ 7084 કરોડના જીએસટી સંગ્રહ સાથે ત્રીજા ક્રમે છે.
આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં રૂ.758 કરોડ રૂપિયા, ચંડીગઢમાં 141 કરોડ રૂપિયા, ઉત્તરાખંડમાં 1286 કરોડ રૂપિયા, હરિયાણા 5428 કરોડ રૂપિયા, દિલ્હીમાં 3413 કરોડ રૂપિયા રાજસ્થાનમાં 3130 કરોડ રૂપિયા,
ઉત્તર પ્રદેશમાં 5528 કરોડ રૂપિયા, બિહારમાં 970 કરોડ રૂપિયા, સિક્કિમમાં 223 કરોડ રૂપિયા, આસામમાં 946 કરોડ રૂપિયા, પશ્ચિમ બંગાળમાં રૂ .3747 કરોડ રૂપિયા, ઝારખંડમાં 1907 કરોડ રૂપિયાથી જીએસટી વસૂલવામાં આવ્યો છે.ઓડિશામાં રૂ. 2528 કરોડ રૂપિયા, છત્તીસગઢમાં 2181 કરોડ રૂપિયા, મધ્યપ્રદેશમાં 2493 કરોડ રૂપિયા, કર્ણાટકમાં 6915 કરોડ રૂપિયા અને કેરળમાં 1568 કરોડ જીએસટીની આવક થઇ હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…