કૃષિ આંદોલન/ સાતમા દિવસે ‘કરો યા મરો’ની અડગતા સાથે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન યથાવત

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન ચાલુ છે. ખેડૂતો સરકારને કૃષિ કાયદો પરત લેવાની માગણી કરી રહ્યા છે. છેલ્લા છ દિવસથી બોર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતો આવી પહોંચ્યા છે અને આંદોલન ચલાવી રહ્યા છે. ગઈકાલે મંગળવારે સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીત થઈ હતી જે આશરે 3 કલાક ચાલી […]

Top Stories India
Diwali 4 સાતમા દિવસે 'કરો યા મરો'ની અડગતા સાથે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન યથાવત

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન ચાલુ છે. ખેડૂતો સરકારને કૃષિ કાયદો પરત લેવાની માગણી કરી રહ્યા છે. છેલ્લા છ દિવસથી બોર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતો આવી પહોંચ્યા છે અને આંદોલન ચલાવી રહ્યા છે. ગઈકાલે મંગળવારે સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીત થઈ હતી જે આશરે 3 કલાક ચાલી હતી પરંતુ કોઇ ચોક્કસ ઉકેલ આવી શક્યો નથી.

સરકાર ખેડૂતોને મનાવવા માટેના અનેક પ્રયાસો કરી રહી છે પરંતુ ખેડૂતો પોતાની જ વાત પર ટસના મસ થઇ રહ્યા નથી. બેઠક બાદ ખેડૂત નેતાએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, અહીં સુધી આવ્યા છીએ તો સરકાર પાસેથી કાઇક જવાબ જરૂર લઈને પરત ફરીશું. સરકાર સાથેની વાતચીત આ વખતે ઉપસ્થિત રહેલા ખેડૂત નેતા ચંદા સિંહે જણાવ્યા પ્રમાણે “કૃષિ કાયદાની વિરૂદ્ધ અમારું આંદોલન યથાવત રહેશે અને અમે અહીં સુધી આવ્યા જ છીએ તો પછી સરકાર પાસેથી કાંઇક લઇને જ જંપીશું.”

સરકારે ખેડુતોના નેતાઓને નવા કૃષિ કાયદા અંગે ચર્ચા કરવા માટે એક સમિતિની રચના કરવાનું કહ્યું હતું તેમજ સમિતિના 4-5 લોકોના નામ જણાવવા કહ્યું હતું. જેમાં સરકાર અને કૃષિ નિષ્ણાતોના પ્રતિનિધિઓ પણ હશે. જોકે ખેડૂતોએ સરકારનો સમિતિ બનાવવાનો પ્રસ્તાવ ફગાવ્યો હતો અને કૃષિ કાયદો પરત લેવા પર ભાર આપ્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…