PM Modi/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વિડિશ પ્રધાનમંત્રી સ્ટીફન લોફવેનની સાથે કરી બેઠક, જાણો તેમણે શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સ્વિડિશ પ્રધાનમંત્રી સ્ટીફન લોફવેનની સાથે દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી. વર્ચુઅલ માધ્યમથી આયોજિત આ બેઠકમાં બન્ને નેતાઓએ કોવિડ બાદના સમયમાં સ્વીડન અને ભારત વચ્ચે સહયોગને વધુ મજબૂત કરવાના ઉપાયો પર ચર્ચા કરી. આ ચર્ચામાં પીએમ મોદીએ કહ્યું કે અમે અત્યાર સુધી 50 દેશોને ભારતમાં બનેલી કોવિડ વેક્સીન ઉપલબ્ધ કરાવી છે. અમે […]

India
ezgif.com gif maker 2 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વિડિશ પ્રધાનમંત્રી સ્ટીફન લોફવેનની સાથે કરી બેઠક, જાણો તેમણે શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સ્વિડિશ પ્રધાનમંત્રી સ્ટીફન લોફવેનની સાથે દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી. વર્ચુઅલ માધ્યમથી આયોજિત આ બેઠકમાં બન્ને નેતાઓએ કોવિડ બાદના સમયમાં સ્વીડન અને ભારત વચ્ચે સહયોગને વધુ મજબૂત કરવાના ઉપાયો પર ચર્ચા કરી. આ ચર્ચામાં પીએમ મોદીએ કહ્યું કે અમે અત્યાર સુધી 50 દેશોને ભારતમાં બનેલી કોવિડ વેક્સીન ઉપલબ્ધ કરાવી છે. અમે ઑનલાઇન ટ્રેનિંગ કાર્યક્રમો દ્ધારા એશિયા, સાઉથ ઇસ્ટ એશિયા અને આફ્રિકાના ફ્રન્ટ લાઇન હેલ્થ વર્કર્સ અને નીતિ નિર્માતાઓની સાથે પોતાના અનુભવનું અદાન-પ્રદાન કર્યું છે.

સ્વીડનના વડાપ્રધાન સ્ટીફન લૉફેનની સાથે વીડિયો કોન્ફરન્સિંગની સાથે ચર્ચા દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષોમાં અમારી નવીકરણીય ઊર્જા ક્ષમતા 162 ટકા વધી છે. ભારત સરકારે વર્ષ 2030 સુધી 450 ગીગાવોટ નવીકરણીય ઊર્જા લગાવવાનું લક્ષ્ય રાખ્યું છે. સ્વીડનમાં કેટલાક દિવસો પહેલા થયેલા હિંસક હુમલા માટે હું બધા ભારતીયો તરફથી સ્વીડનના લોકોની સાથે એકજુટતા વ્યક્ત કરવા માગુ છું. હુમલામાં ઘાયલ લોકો જલદી ઠીક થશે એજ મારી કામના છે.