Not Set/ મોદી સરકારનાં તાનાશાહી શાસનનો એકમાત્ર વિકલ્પ રાહુલ ગાંધી : રમેશ ચેન્નીથલા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ફરીથી પાર્ટી અધ્યક્ષ બનાવવાની માંગે જોર પકડવાનું શરૂ કર્યું છે. કેરળ વિધાનસભાનાં વિપક્ષી નેતા રમેશ ચેન્નીથલાએ મંગળવારે કહ્યું કે, રાહુલ ગાંધી દેશનાં એકમાત્ર નેતા છે જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વિકલ્પ બની શકે છે. ચેન્નીથલાએ રાહુલ ગાંધીને એક પત્ર લખીને ફરીથી પાર્ટીનાં અધ્યક્ષ બનવાની વિનંતી કરી છે. ચેન્નીથલાએ કહ્યું, ‘મોદી સરકારનાં […]

India
4a639e248d070526126ba6f2246c17e9 મોદી સરકારનાં તાનાશાહી શાસનનો એકમાત્ર વિકલ્પ રાહુલ ગાંધી : રમેશ ચેન્નીથલા
4a639e248d070526126ba6f2246c17e9 મોદી સરકારનાં તાનાશાહી શાસનનો એકમાત્ર વિકલ્પ રાહુલ ગાંધી : રમેશ ચેન્નીથલા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ફરીથી પાર્ટી અધ્યક્ષ બનાવવાની માંગે જોર પકડવાનું શરૂ કર્યું છે. કેરળ વિધાનસભાનાં વિપક્ષી નેતા રમેશ ચેન્નીથલાએ મંગળવારે કહ્યું કે, રાહુલ ગાંધી દેશનાં એકમાત્ર નેતા છે જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વિકલ્પ બની શકે છે. ચેન્નીથલાએ રાહુલ ગાંધીને એક પત્ર લખીને ફરીથી પાર્ટીનાં અધ્યક્ષ બનવાની વિનંતી કરી છે.

ચેન્નીથલાએ કહ્યું, ‘મોદી સરકારનાં તાનાશાહી શાસનનો એકમાત્ર વિકલ્પ રાહુલ ગાંધી છે. એવા સમયે જ્યારે કેટલાક મીડિયા ગૃહો એકતરફી સમાચારો ચલાવી રહ્યા છે, ત્યારે રાહુલ ગાંધી એકમાત્ર નેતા છે જે અન્યાય સામે અવાજ ઉઠાવી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસનાં કાર્યકરો રાહુલ ગાંધીને ફરીથી કોંગ્રેસ પાર્ટીનાં અધ્યક્ષ બનવાની રાહ જોઇ રહ્યા છે. જો આવું થાય તો તે પાર્ટીનાં કાર્યકરોમાં એક નવો ઉત્સાહ પેદા કરશે અને ત્યારબાદ આપણે જૂના તબક્કામાં પહોંચી શકીશું.

તેમણે કહ્યું કે, હાલનાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત ખરાબ છે, આવી સ્થિતિમાં પાર્ટી અભૂતપૂર્વ સંકટમાંથી પસાર થઈ રહી છે. ચેન્નીથલાએ કહ્યું કે, ‘ભાજપનાં કુટિલતા અને શક્તિને કાપવા માટે તમારા યુવા અને ગતિશીલ નેતૃત્વની ખૂબ જ જરૂર છે. ચૂંટણીમાં પરાજયની જવાબદારી લેતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષનાં રાજીનામું આપી દીધુ હતુ. જેનાથી પક્ષની લોકશાહી મૂળિયાથી ખૂબ મજબૂત થઈ છે. પરંતુ હવે તમારા નિર્ણય પર ફરીથી વિચાર કરવાનો સમય આવી ગયો છે. પાંચ રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે. રાહુલ ગાંધીને લખેલા પત્રનાં અંતે ચેન્નીથલાએ તેમને અપીલ કરી હતી કે, કોંગ્રેસનાં કાર્યકરો અને સમગ્ર દેશનાં ઉદાર લોકોની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને, તમારે દેશને લોકશાહી પરંપરામાં પાછા લઈ જવાની જરૂર છે. આપને જણાવી દઈએ કે, રાહુલ ગાંધી કેરળનાં વાયનાડથી લોકસભાનાં સાંસદ છે અને 2021 માં રાજ્યની ચૂંટણી યોજાવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.