મહિલા અનામતના મુદ્દે રાજકારણ ગરમાયું છે.કોંગ્રેસ અને ભાજપ ક્રેડિટ લેવાની હોડમાં લાગ્યા છે,મહિલા અનામત બિલ સંસદના વિશેષ સત્રમાં આ બિલ લોકસભા અને રાજ્યસભામાં બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું છે. લોકસભામાં બિલના વિરોધમાં માત્ર 2 વોટ પડ્યા હતા, જ્યારે રાજ્યસભામાં બિલની વિરુદ્ધમાં કોઈ વોટ પડ્યો ન હતો.આ મહિલા બિલ અનામત મામલે કોંગ્રેસે મહિલા અનામત અંગે મોદીના એજન્ડા અંગે પર્દાફાશ કરવાની રણનીતિ બનાવી છે. સમગ્ર દેશમાં 25 સપ્ટેમ્બરે મહિલા નેતાઓ પર્દાફાશ કરશે, દેશના 21 શહેરાેમાં 21 કોંગ્રેસ મહિલા નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પર્દાફાશ કરશે.આ બિલ સત્વરે લાગુ કરવામાં આવશે નહીં,અને બિલ તત્કાળ લાગુ કરવાની બાબતે રજૂઆત પણ કરશે.
21 Cities.
21 Women leaders.
1 Agenda – to expose the treachery by the Modi govt in the name of #WomenReservation. pic.twitter.com/NpEoMnRvtz— Pawan Khera 🇮🇳 (@Pawankhera) September 24, 2023

