DELHI NEWS: ભારત અમેરિકા વાપાર કરાર પર બર્લિનમા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે ક્હ્યું કે, ભારત ઉતાવળમાં કે માથા પર બંદુક રાખીને વેપાર કરાર કરતુ નથી. આગળ તેમણે કહ્યું કે ભારત યુરોપિયન યુનિયન (EU) અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિત દેશો અને પ્રદેશો સાથે વેપાર કરારો પર વાટાઘાટો કરી રહ્યું છે.
અમે સોદાઓમાં ઉતાવળ કરતા નથી
જર્મનીમાં બર્લિન ડાયલોગમાં બોલતા પીયુષ ગોયલે કહ્યું, “અમે EU સાથે અમારી ચર્ચા ચાલુ રાખી રહ્યા છીએ. અમે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે વાત કરી રહ્યા છીએ, પરંતુ અમે સોદાઓમાં ઉતાવળ કરતા નથી, ન તો અમે સમયમર્યાદા નક્કી કરીને કે બંદૂકની અણીએ સોદા કરતા નથી.”
આ પણ વાંચો: Bihar News/સમસ્તીપુરમાં ચૂંટણી રેલીમાં પીએમ મોદીનો આરજેડી પર એક નવી રીતે પ્રહાર
આ પણ વાંચો: uttarpradesh news/યુપીમાં મદરેસાએ વિદ્યાર્થીની પાસેથી વર્જિનિટી સર્ટિફિકેટ માંગ્યું: કહ્યું કે તે તેના પિતા સાથે એકલી હતી, મેડિકલ કરાવો
આ પણ વાંચો: New Delhi News/OLA-UBER જેવી પહેલી સરકારી કેબ, ભારત ટેક્સી લોન્ચ:દરેક રાઇડની 100% કમાણી ડ્રાઇવરોને મળશે
