કોંગ્રેસ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યસભાનાં સાંસદ સંજયસિંહે રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું છે. રાજ્યસભાનાં અધ્યક્ષે પણ તેમના રાજીનામાને મંજૂરી આપી દીધી છે. તેમણે પત્ની અમિતા સિંહ સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. અમેઠીનાં રહેવાસી સંજય સિંહ આસામનાં રાજ્યસભાનાં સાંસદ હતા.
સંજય સિંહે આ વખતે સુલતાનપુરથી કોંગ્રેસની ટિકિટ પર પણ ચૂંટણી લડી હતી. આપને જણાવી દઇએ કે, સંજય સિંહની પહેલી પત્ની ગરિમા સિંહ અમેઠીથી ભાજપનાં ધારાસભ્ય છે. સંજયસિંહે પોતે આ વાતની પુષ્ટી કરતા કહ્યું છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે.
Congress Rajya Sabha MP, Sanjay Singh: Congress is still in the past, unaware of the future. Today, country is with PM Modi & if the country is with him, I'm with him. I will join BJP tomorrow. I have resigned from the party, as well as my membership of Rajya Sabha. pic.twitter.com/waAuPdFu9A
— ANI (@ANI) July 30, 2019
સંજયસિંહે મંગળવારે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, “જે આ સમયમાં દરેકનો વિચાર કરે છે, તે દરેકનો વિશ્વાસ મેળવવાનો પ્રયત્ન કરે છે, મને લાગે છે કે તે જ સફળ થશે. નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં જ દેશનાં તમામ સપના પૂરા થશે. તેઓએ કહ્યું કે, જે પાર્ટીમાં કોઇ સંવાદ જ થતો નથી તે પાર્ટીમાં તે કેમ રહે.
સંજયસિંહે કહ્યું કે, આજે સૌથી જૂની પાર્ટીમાં સંવાદહીનતાની સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા 15-20 વર્ષથી પાર્ટીમાં કોઈ સંવાદ નથી. દેશની સૌથી જૂની પાર્ટીમાં આવી સ્થિતિ ઉભી થવી નુકસાનકારક છે. આવી પાર્ટીમાં રહેવાનો કોઈ સવાલ જ આવતો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
