India Canada news/ કેનેડાના પીએમ ટ્રુડોના આરોપો પર ભારતીય વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન…

ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી વિવાદ સતત વકરી રહ્યો છે. આ દરમિયાન ગુરુવારે ભારતીય વિદેશ મંત્રાલયનું નિવેદન બહાર આવ્યું છે.

Top Stories India

ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી વિવાદ સતત વકરી રહ્યો છે. આ દરમિયાન ગુરુવારે ભારતીય વિદેશ મંત્રાલયનું નિવેદન બહાર આવ્યું છે. વિદેશ મંત્રાલયે કેનેડા પર રાજકીય રીતે પ્રેરિત નિવેદન આપવાનો આરોપ લગાવ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ખાલિસ્તાન સમર્થક આતંકી હરદીપ સિંહ નિજ્જર સંબંધિત કોઈ માહિતી અમારી સાથે શેર કરવામાં આવી નથી. કેનેડા દ્વારા કરાયેલા આક્ષેપો રાજકીય રીતે પ્રેરિત છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ શું કહ્યું?

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે યોજાનારી સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં કેનેડા વિશે વિગતવાર વાત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે, હાં અમે કેનેડા સરકારને કહ્યું હતું કે અમારી પરસ્પર રાજદ્વારી હાજરીમાં સમાનતા હોવી જોઈએ. તેમની સંખ્યા કેનેડામાં અમારી સંખ્યા કરતાં ઘણી વધારે છે… હું માનું છું કે કેનેડિયન બાજુએ ઘટાડો થશે.

ભારતનું વલણ શું છે?

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ કહ્યું કે. હાં મને લાગે છે કે અહીં અમુક અંશે પૂર્વગ્રહ છે. તેઓએ (કેનેડા) આક્ષેપો કર્યા છે અને તેમના પર કાર્યવાહી કરી છે. તેમણે કહ્યું કે અમને લાગે છે કે કેનેડા સરકાર દ્વારા લગાવવામાં આવેલા આરોપો મુખ્યત્વે રાજનીતિથી પ્રેરિત છે.

વિઝા સેવા પર પ્રતિબંધ

આ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કેનેડામાં વિઝા સેવાઓની વર્તમાન સ્થિતિ વિશે પણ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે તમે અમારા હાઈ કમિશન અને કેનેડામાં દૂતાવાસોને સામનો કરી રહેલા સુરક્ષા જોખમોથી અલગત છે. જેના કારણે તેમનું સામાન્ય કામ ખોરવાઈ ગયું છે. આવી સ્થિતિમાં અમારા હાઈ કમિશન અને કોન્સ્યુલેટ અસ્થાયી રૂપે વિઝા સેવાઓ પર કામ કરવામાં અસમર્થ છે. અમે નિયમિત રીતે પરિસ્થિતિની સમીક્ષા કરીશું.

સાથે જ વિદેશ મંત્રાલયે કેનેડા પર આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો હતો. અરિંદમ બાગચીએ કહ્યું કે કેનેડા આતંકવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહ્યું છે અને આતંકી અને ઉગ્રવાદીઓ માટે આશ્રયસ્થાન બની ગયું છે. મને લાગે છે કે કેનેડાને તેની આંતરરાષ્ટ્રીય છબી વિશે ચિંતા કરવાની જરૂર છે.

આ પણ વાંચો: સંબંધો/ રોમાન્સ કરતી વખતે પત્નીના મોઢામાંથી નીકળ્યું ‘દિયર’નું નામ, પછી થઈ જોવા જેવી….

આ પણ વાંચો: Stock Market/ શેરબજારમાં અવિરત ઘટાડો જારીઃ સેન્સેક્સ 570 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 19750 ની નીચે બંધ

આ પણ વાંચો: Sanatan Dharm/ સંત સંમેલનમાં એક જ અવાજઃ સનાતન પર પ્રહાર સાંખી નહી લેવાય