Viral Video/ ઓર્ડર લેવાની ના પાડી તો Zomato ડિલીવરી બોયે છોકરીના મો પર મારી દીધું ચાકુ, જુઓ વીડિયો

એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. શેર કરેલા આ વીડિયોમાં બેંગાલુરુની હિતેશા ચંદ્રાણીએ જોમેટો ડિલીવરી બોય પર આરોપ લગાવ્યો છે. વીડિયોમાં હિતેશા સતત રડી રહી છે અને તેના નાકમાંથી લોહી નીકળી રહ્યું છે. વીડિયોમાં શેર કરીને કહાની હિતેશા આ વીડિયોમાં આખી ઘટના વિશે જણાવી રહી છે કે ઝોમેટો ડિલિવરી બોયે તેના પર […]

India
zomato ઓર્ડર લેવાની ના પાડી તો Zomato ડિલીવરી બોયે છોકરીના મો પર મારી દીધું ચાકુ, જુઓ વીડિયો

એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. શેર કરેલા આ વીડિયોમાં બેંગાલુરુની હિતેશા ચંદ્રાણીએ જોમેટો ડિલીવરી બોય પર આરોપ લગાવ્યો છે. વીડિયોમાં હિતેશા સતત રડી રહી છે અને તેના નાકમાંથી લોહી નીકળી રહ્યું છે.

વીડિયોમાં શેર કરીને કહાની
હિતેશા આ વીડિયોમાં આખી ઘટના વિશે જણાવી રહી છે કે ઝોમેટો ડિલિવરી બોયે તેના પર કેવી હુમલો કર્યો. હિતેશાએ આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે અને થોડા જ કલાકોમાં આ વીડિયો લગભગ બે લાખ લોકોએ જોયો છે.

હિતેશા ચંદ્રાણીના જણાવ્યા અનુસાર તેમનો ફૂડ ઓર્ડરથી મોડો પહોંચ્યો હતો. તેમને ઝોમેટોને કહ્યું તે આ ઓર્ડરને કેન્સલ કરે અથવા તેને કોમ્પિલમેન્ટ્રી કરે.

હિતેશાએ જણાવ્યું હતું કે તેમણે 9 માર્ચે બપોરે 3.30 વાગ્યે આ ઓર્ડર કર્યો હતો, પરંતુ તેમને આ ઓર્ડર બપોરે 4.30 વાગ્યે મળ્યો હતો. ઓર્ડર સમયસર મળ્યો ન હતો, તેથી તેણે કસ્ટમર કેરને ફોન કર્યો અને તેમને પૈસા પાછા આપવાનું કહ્યું અથવા ઓર્ડરને સંપૂર્ણપણે રદ કરવા કહ્યું.

હિતેશાએ કહ્યું કે જ્યારે તેણે ડિલિવરી બોયને કહ્યું કે ઓર્ડર રદ કરવો પડશે તો ડિલિવરી બોય તેના પર બૂમ પાડવા લાગ્યો અને ઓર્ડર પાછો લેવાની ના પાડી.


હિતશાના કહેવા પ્રમાણે તે ડરી ગઈ અને તેણે દરવાજો બંધ કરવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ ડિલિવરી બોય તેના ઘરે જબરજસ્તીથી ઘૂસી ગયો અને તેને મોં પર માર માર્યો. બાદમાં તે ઓર્ડર લઈને ભાગી ગયો હતો. ઈન્સ્ટાગ્રામ વીડિયોમાં ચંદ્રાણીએ કહ્યું છે કે તેને બૂમ પાડી હતી પરંતુ તેના પડોશીઓ મદદ માટે આવ્યા નહોતા.

જો કે આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ લોકો તેમનું સમર્થન કરી રહ્યા છે. ઘણા લોકોએ તેના વીડિયો પર ટિપ્પણી કરી અને લખ્યું કે આ આશ્ચર્યચકિત કરનારુ છે. તમે ચિંતા કરશો નહીં અને તમારી સંભાળ રાખો. અમે તમારી સાથે છીએ.