Not Set/ ગેંગસ્ટરનાં રાજકીય કનેક્શન વિશે વિકાસ દુબેની માતાનો મોટો ખુલાસો

છેલ્લા એક અઠવાડિયાથી ફરાર કુખ્યાત આરોપી ગેંગસ્ટર વિકાસ દુબેને ગુરુવારે ઉજ્જૈનનાં મહાકાલ મંદિરમાં ધરપકડ કરવામાં આવી છે. કાનપુરનાં ચૌબેપુરમાં 8 પોલીસકર્મીની હત્યા કરીને નાસી છૂટ્યા પછી ગુનેગાર વિકાસ દુબે પહેલા દિલ્હી-એનસીઆરમાં છુપાયો હતો, પરંતુ પાછળથી મધ્યપ્રદેશ પોલીસની વધુ તૈનાતીનાં કારણે તે છટકી ગયો હતો. જ્યા ગુરુવારે તે મહાકાલનાં મંદિરમાં ઝડપાયો હતો. મીડિયા સાથે વાતચીત દરમિયાન […]

India
cf560138e2f75e119375671c76b8f58f 1 ગેંગસ્ટરનાં રાજકીય કનેક્શન વિશે વિકાસ દુબેની માતાનો મોટો ખુલાસો

છેલ્લા એક અઠવાડિયાથી ફરાર કુખ્યાત આરોપી ગેંગસ્ટર વિકાસ દુબેને ગુરુવારે ઉજ્જૈનનાં મહાકાલ મંદિરમાં ધરપકડ કરવામાં આવી છે. કાનપુરનાં ચૌબેપુરમાં 8 પોલીસકર્મીની હત્યા કરીને નાસી છૂટ્યા પછી ગુનેગાર વિકાસ દુબે પહેલા દિલ્હી-એનસીઆરમાં છુપાયો હતો, પરંતુ પાછળથી મધ્યપ્રદેશ પોલીસની વધુ તૈનાતીનાં કારણે તે છટકી ગયો હતો. જ્યા ગુરુવારે તે મહાકાલનાં મંદિરમાં ઝડપાયો હતો. મીડિયા સાથે વાતચીત દરમિયાન ગુનેગાર વિકાસ દુબેની માતા સરલા દેવીએ કહ્યું હતું કે, સરકાર જે પણ યોગ્ય લાગે તે કરે, અમારા કહેવાથી કઇ જ નહી થઇ શકે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા કરેલા એક ટ્વિટમાં ગુનાહિત વિકાસ દુબેની માતા સરલા દેવીએ કહ્યું કે, સરકાર જે પણ યોગ્ય માને છે તે કરે, અમારા કહેવાથી કઈ જ નહી થઇ શકે. આ સમયે, તે (વિકાસ દુબે) ભાજપમાં તો નથી સપા (સમાજવાદી પાર્ટી) માં છે. આપને જણાવી દઇએ કે, ઉજ્જૈનમાં પોલીસનાં હથ્થે ચઢેલો વિકાસ દુબે પોલનાં નામની નકલી આઈડીનો ઉપયોગ કરી રહ્યો હતો. તે રાજસ્થાનનાં કોટાનાં રસ્તાથી ઉજ્જૈન પહોંચ્યો હતો. વિકાસ દુબેની સાથે દારૂનાં વેપારીની પણ ધરપકડ કરવામાં આવી છે. આ માહિતી મધ્યપ્રદેશનાં ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ આપી હતી. ધરપકડ બાદ આ માહિતી પણ મળી કે વિકાસ દુબે બનાવટી આઈડીનો ઉપયોગ કરી રહ્યો હતો.