Not Set/ #INDvWI LIVE : ભારત દ્વારા અપાયું ફોલોઓન, બીજી ઇનિંગ્સમાં વેસ્ટ ઇન્ડીઝ : ૪૭/૧

રાજકોટ, ભારત અને વેસ્ટ ઇન્ડીઝ સામે રમાઈ રહેલી બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે પોતાની પ્રથમ ઇનિંગ્સ ૯ વિકેટના નુકશાને ૬૪૯ રન પર ડિક્લેર કરી છે. ત્યારબાદ વેસ્ટ ઇન્ડીઝની પ્રથમ ઇનિંગ્સ માત્ર ૧૮૧ રનમાં તંબુભેગી થઇ ગઈ છે. આ સાથે જ […]

Top Stories Trending Sports
DovFZlJWwAAutQu #INDvWI LIVE : ભારત દ્વારા અપાયું ફોલોઓન, બીજી ઇનિંગ્સમાં વેસ્ટ ઇન્ડીઝ : ૪૭/૧

રાજકોટ,

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ સામે રમાઈ રહેલી બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે પોતાની પ્રથમ ઇનિંગ્સ ૯ વિકેટના નુકશાને ૬૪૯ રન પર ડિક્લેર કરી છે. ત્યારબાદ વેસ્ટ ઇન્ડીઝની પ્રથમ ઇનિંગ્સ માત્ર ૧૮૧ રનમાં તંબુભેગી થઇ ગઈ છે. આ સાથે જ ભારતે વિરોધી ટીમને ફોલોઓન આપવામાં આવ્યું છે.

હાલમાં વેસ્ટ ઇન્ડીઝ ટીમે પોતાની બીજી ઇનિંગ્સમાં ૧ વિકેટના નુકશાને ૩૩ રન બનાવી લીધા છે. ઓપનર બેટ્સમેન ક્રેગ બ્રેઈથવેટ ૧૦ રન બનાવી ઓફ સ્પિન બોલર આર અશ્વિનનો પ્રથમ શિકાર બન્યો છે. હાલમાં પોવેલ ૨૧ રને રમતમાં છે.

વેસ્ટ ઇન્ડીઝ પ્રથમ ઇનિંગ્સમાં ૧૮૧ રનમાં થયું ઓલ આઉટ

આ પહેલા વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ ઇનિંગ્સમાં ૧૮૧ રન નોધાવ્યા હતા. વિધી ટીમના બંને ઓપનર બેટ્સમેન ક્રેગ બ્રેઈથવેટ ૨ રન અને પોવેલ ૧ રન બનાવી પેવેલિયનમાં ભેગા થઇ હતા. જયારે શાઈ હોપ ૧૦ રન, સુનિલ એમ્બ્રીસ ૧૨ રન, શિમ્રોન હેટમીર ૧૦ રન તેમજ કીમો પાઉલ ૪૭ રન બનાવી આઉટ થયા હતા.

કેરેબિયન ટીમ તરફથી મિડલ ઓર્ડર બેટ્સમેન ચેજે સૌથી વધુ ૫૩ રન બનાવી આઉટ થયો હતો.  અને દેવેન્દ્ર બિશું ૧ રને રમતમાં છે. આ સાથે જ વેસ્ટ ઇન્ડીઝ ભારત કરતા હજી પણ ૪૯૧ રન પાછળ છે.

ભારત તરફથી ઝડપી બોલર આર અશ્વિને સૌથી વધુ ૪, મોહમ્મદ શામીએ ૨ વિકેટ, જયારે જાડેજા, ઉમેશ યાદવ અને કુલદીપ યાદવે અનુક્રમે ૧-૧ વિકેટ ઝડપી છે.

પ્રથમ ટેસ્ટની રમત આગળ ધપતા મેચના બીજા દિવસે કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી છે. ટીમ ઇન્ડીયાના રન મશીન કહેવાતા કોહલીની આ ટેસ્ટ કેરિયરની ૨૪મી સદી છે.

વિરાટ કોહલીએ આ દિગ્ગજોને છોડ્યા પાછળ

બીજી બાજુ કેપ્ટન વિરાટ કોહલીએ ૨૪મી સદી ફટકારવાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી ૨૪ સદી ફટકારવા મામલે ઓસ્ટ્રેલિયાના ગ્રેગ ચેપલ, વેસ્ટ ઇન્ડીઝના મહાન પ્લેયર સર વિવિયન રિચર્ડ તેમજ પાકિસ્તાનના મોહમ્મદ યુસુફને પાછળ છોડ્યા છે.

વિરાટ કોહલીએ માત્ર ૧૨૩ ઇનિંગ્સમાં જ ૨૪ સદી ફટકારી છે. આ મામલે હવે કોહલી કરતા આગળ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સર ડોન બ્રેડમેન જ આગળ છે. ડોન બ્રેડમેને માત્ર ૬૬ ઇનિંગ્સમાં ૨૪ સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

વિકેટકીપર બેટ્સમેન વૃષભ પંત ૯૨ રન અને  કોહલી ૧૩૯ રન બનાવી આઉટ થયા છે. બીજી બાજુ કોહલી બાદ ઓલરાઉન્ડર ખેલાડી રવીન્દ્ર જાડેજાએ પોતાના કેરિયરની પ્રથમ સદી ફટકારી છે.

જયારે વેસ્ટ ઇન્ડીઝ તરફથી સ્પિન બોલર દેવેન્દ્ર બિશુએ સૌથી વધુ ૪ વિકેટ, લેવિસે ૨ વિકેટ ઝડપી છે.

હાલમાં રાજકોટ ટેસ્ટમાં ડેબ્યુ કરનારા પૃથ્વી શોએ પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં જ શાનદાર સદી ફટકારી છે. આ સાથે ૧૮ વર્ષીય સ્ટાર યુવા ખેલાડી શો ભારતીય ટીમ તરફથી પહેલી ટેસ્ટ મેચમાં જ સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.

અન્ડર ૧૯ ટીમના કેપ્ટન રહી ચુકેલા શો એ માત્ર ૯૯ બોલમાં જ પોતાની સદી પૂરી કરી હતી. પૃર્થ્વી શો ૧૩૪ રન બનાવી આઉટ થયો છે, જયારે હાલમાં કેપ્ટન વિરાટ કોહલી ૭૨ રન અને પંત ૧૭ રને રમતમાં છે.

જો કે આ પહેલા ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ૩ રનના સ્કોરે જ ટીમને પહેલો ઝટકો લાગ્યો હતો. ઓપનર બેટ્સમેન કે એલ રાહુલ પોતાનું ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયનમાં ભેગો થયો હતો. જયારે મિડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારા ૮૬ રન તેમજ રહાને ૩૫ રન બનાવી આઉટ થયા હતા.