Not Set/ નવા લેન્ડગ્રેબિંગ એકટનો સહારો લઈ વહીવટમાં અવરોધ ઉભો કરવા બદ્દલ અધિકારી સામે કાર્યવાહી કેમ ન કરવી !

સરકાર દ્વારા પાસા અંગેની કાર્યવાહી માટે રજૂ કરેલા જવાબથી હાઇકોર્ટ નારાજગી વ્યક્ત કરી હતી. સરકાર તરફથી રજૂ કરેલા જવાબમાં તર્ક આપવામાં આવ્યો. જો આ મહિલાને તડીપાર કરવામાં આવે તો પણ એ વકીલની મદદ લઇ શકે છે.

Top Stories Gujarat
gujarat highcourt 1 નવા લેન્ડગ્રેબિંગ એકટનો સહારો લઈ વહીવટમાં અવરોધ ઉભો કરવા બદ્દલ અધિકારી સામે કાર્યવાહી કેમ ન કરવી !

દેવડીએ દંડાય છે ચોર મૂઠી જારના… જેવી પરિસ્થિતિ હજુ પણ ગુજરાતમાં લેન્ડગ્રેબિંગ એકટ મામલે જોવા મળી રહી છે ત્યારે હાઈકોર્ટે લાલ આંખ કરતા કાર્યવાહી સામે ટકોર કરી હતી. અમરેલીમાં લેન્ડ ગ્રેબિંગ મામલે થયેલી 4 અરજીઓ પર સુનાવણી દરમિયાન હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને ટકોર કરી હતી કે ખાનગી લેન્ડ ગ્રેબિંગના કિસ્સાઓમાં પોલીસ ફરિયાદ અને પાસાના કિસ્સાઓ જ કોર્ટ સામે આવે છે. સરકારી જમીન કે ગૌચરની જમીનમાં પાસા થયા હોય તેવી બે ફરિયાદ તો બતાવો.સરકાર દ્વારા પાસા અંગેની કાર્યવાહી માટે રજૂ કરેલા જવાબથી હાઇકોર્ટ નારાજગી વ્યક્ત કરી હતી. સરકાર તરફથી રજૂ કરેલા જવાબમાં તર્ક આપવામાં આવ્યો. જો આ મહિલાને તડીપાર કરવામાં આવે તો પણ એ વકીલની મદદ લઇ શકે છે. પણ પાસા કરવામાં આવે તો એને કાર્યવાહી કરવામાં લાંબો સમય નીકળી જાય.

રાષ્ટ્રવાદ / કોમી સાંપ્રદાયિકતાને ખલેલ પહોંચાડવા કોઈને મંજૂરી આપવામાં આવશે નહીં,ઓવૈસી પર નિશાન સાધતા MP ગૃહમંત્રી

વહીવટમાં અવરોધ ઉભો કરવા બદ્દલ આ અધિકારી સામે આપરાધિક તિરસ્કારની કાર્યવાહી કેમ ન કરવી

કોર્ટે ટકોર કરી કે ન્યાયના વહીવટમાં અવરોધ ઉભો કરવા બદ્દલ આ અધિકારી સામે આપરાધિક તિરસ્કારની કાર્યવાહી કેમ ન કરવી. ખાનગી કેસમાં શા માટે કલેક્ટર આટલો રસ ધરાવે છે. એક પણ એવો કેસ બતાવો જેમાં સરકારી જમીનમાં લેન્ડ ગ્રેબિંગ અંગે કાર્યવાહી થઈ હોય. રાજ્ય સરકારના અધિકારીઓ નવા લેન્ડ ગ્રેબિંગ એકટનો સહારો લઈ રહ્યા છે તેવી હાઇકોર્ટે ટકોર કરી છે.પાસાના આદેશ માટે કલેક્ટરે આપેલા આદેશની નોંધ લીધી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે અમરેલીની કોર્ટ દ્વારા આરોપીને જામીન આપવામાં આવ્યા છે.

વિવાદ / રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહ જાડેજાનાં નિધન બાદ ભાઇ-બહેન વચ્ચે જંગમ મિલ્કતોના બટવારા મામલે વિવાદ

સરકારી જમીનમાં લેન્ડ ગ્રેબિંગ મામલે કાર્યવાહી કરવામાં  જિલ્લા મેજિસ્ટ્રેટને કેમ રસ નથી

લેન્ડ ગ્રેબિંગના કેસોમાં કલેક્ટરને પાસા કરવાની સત્તા છે પરંતુ હાઇવેની બન્ને બાજુ ગૌચરની જમીનો પર હોટેલો ખૂલી છે, તે સરકારના ધ્યાનમાં નહીં હોય? સરકાર એવી જાહેરાત કરે છે કે અમે લેન્ડ ગ્રેબિંગની આટલી ફરિયાદો કરી છે, પરંતુ તેમાંથી ખાનગી જમીનોની ફરિયાદો કેટલી અને સરકારી જમીનોની ફરિયાદો કેટલી તેનો જવાબ સરકાર પાસે છે?અમરેલીમાં લેન્ડ ગ્રેબિંગ કેસમાં પાસા અંગે કાર્યવાહી પર હાઇકોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે, સરકારી જમીનમાં લેન્ડ ગ્રેબિંગ મામલે કાર્યવાહી કરવામાં કેમ જિલ્લા મેજિસ્ટ્રેટને રસ નથી.

‘લોકકલા ત્રિવેણી’ કાર્યક્રમ / નવી પેઢીને આ ધરતીની અણમોલ કળા અને ભવ્ય ઇતિહાસથી માહિતગાર કરવી પડશે : પુરુષોત્તમ રૂપાલા

sago str 15 નવા લેન્ડગ્રેબિંગ એકટનો સહારો લઈ વહીવટમાં અવરોધ ઉભો કરવા બદ્દલ અધિકારી સામે કાર્યવાહી કેમ ન કરવી !