RTO-Ahmedabad/ 5Gના જમાનામાં RTOની લેન્ડલાઇન ફોનને પણ શરમાવે તેવી કામગીરી

વર્ષ 2010 પહેલાંનાં જૂનાં લાઈસન્સ રીન્યૂઅલની કામગીરી ઠપ થઇ જતાં અરજદારોને હજુ સિસ્ટમ અપગ્રેડ થવા માટે કેટલી રાહ જોવી પડશે તેનું કોઈ ઠેકાણું નથી. આમ હાલમાં 5Gના જમાનામાં આરટીઓ (રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ)ની કામગીરી લેન્ડલાઇન ફોનના જમાનાને પણ શરમાવે તેવી છે.

Gujarat
RTO Ahmedabad 1 5Gના જમાનામાં RTOની લેન્ડલાઇન ફોનને પણ શરમાવે તેવી કામગીરી

આરટીઓની મોટા ભાગની કામગીરી કરવા માટે હવે ઓનલાઇન પોર્ટલની સુવિધા ઉપલબ્ધ છે. RTO-Servererror લાઇસન્સથી લઈને મોટા ભાગની કામગીરી હવે ઓનલાઇન થઇ રહી છે ત્યારે હવે અરજદારોને નવી મુશ્કેલી આવી પડી છે. વર્ષ 2010 પહેલાંનાં જૂનાં લાઈસન્સ રીન્યૂઅલની કામગીરી ઠપ થઇ જતાં અરજદારોને હજુ સિસ્ટમ અપગ્રેડ થવા માટે કેટલી રાહ જોવી પડશે તેનું કોઈ ઠેકાણું નથી. આમ હાલમાં 5Gના જમાનામાં આરટીઓ (રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ)ની કામગીરી લેન્ડલાઇન ફોનના જમાનાને પણ શરમાવે તેવી છે. કેટલાય લોકોનું કહેવું છે કે ડિજિટલાઇઝ કર્યુ તે પહેલા તો આના કરતાં પણ વધારે ઝડપતી કામગીરી થતી હતી.

અરજદારો પોતાનાં ર૦૧૦ પહેલાંનાં ડ્રાઇવિંગ લાઈસન્સની એન્ટ્રી ઘેરબેઠાં જ કરી RTO-Servererror શકે તે માટે પણ આરટીઓએ પોર્ટલ શરૂ કર્યું હતું, પરંતુ આરટીઓમાં જૂનાં ડ્રાઈવિંગ લાઈસન્સમાં સુધારો કે રિન્યૂ કરવા શરૂ કરાયેલી બેકલોગ સિસ્ટમ છેલ્લા એક અઠવાડિયા જેટલા સમયથી બંધ રહેતાં લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. લોકોએ આ કામગીરી માટે હજુ એક સપ્તાહ કે તેથી વધુ સમય રાહ જોવી પડશે.

હાલમાં આરટીઓની અઠવાડિયા પછીની એપોઇન્ટમેન્ટ મળે છે તેમજ પુરાવા RTO-Servererror અપલોડ કરવામાં પણ અનેક મુશ્કેલીઓ આવી રહી છે. 2010 પહેલાંનાં ડ્રાઇવિંગ લાઇસન્સની એન્ટ્રી ઘેરબેઠાં જ ઓનલાઇન કરી શકાય તે માટે પોર્ટલ કે જેમાં અરજદારો જૂના લાઇસન્સના ડેટાની એન્ટ્રી કરી શકતા હતા. આ ડેટાનું અધિકારીઓ વેરિફિકેશન કરી અરજીને પાસ કરે એટલે લાઇસન્સ રિન્યૂ થઈ જતું હતું. આ એપ્લિકેશનથી લોકો પોતાના લાઇસન્સનું સ્ટેટસ પણ જોઈ શકતા હતા, જેથી ફિઝિકલ ડોક્યુમેન્ટ રાખવામાંથી છુટકારો મળ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આરટીઓમાં 1999થી 2010 સુધીના સમયગાળામાં ઈશ્યૂ કરાયેલાં લાઈસન્સનો ડેટા ઓનલાઇન સર્વરમાં ઉપલબ્ધ નથી. તેથી રિન્યૂ કરવા માટે ઓનલાઇન ડેટા ચઢાવવો જરૂરી છે.

સિસ્ટમ અપગ્રેડ કરાઈ રહી છે
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યના તમામ અરજદારો માટે આ સમસ્યા ઊભી થઈ રહી છે. RTO-Servererror હાલમાં આ સિસ્ટમ અપગ્રેડ કરાઈ રહી છે, જેના કારણે સિસ્ટમ બંધ છે તેવો જવાબ અરજદારોને મળી રહ્યો છે. આગામી થોડા દિવસોમાં આ સિસ્ટમ શરૂ થઈ જશે. ત્યાર બાદ જૂનાં લાઈસન્સ સમય પ્રમાણે ‌રિન્યૂ કરાશે તેવું આરટીઓનાં સૂત્રોનું કહેવું છે, પરંતુ સિસ્ટમ બંધ હોવાના કારણે આજથી દસ દિવસ પહેલાં રાજ્યમાં લગભગ ૮૦ હજાર લાઈસન્સનો બેકલોગ હતો, જે આજે વધીને અંદાજે ૧.રપ લાખ સુધી પહોંચી ગયો છે. હાલમાં સ્થિતિ એવી છે કે સાર‌િથ વેબસાઈટ વર્ષ ર૦૧૦ પહેલાંનો ડેટા સ્વીકારતી નથી. સાર‌િથ સોફ્ટવેર-રમાં જૂનાં લાઈસન્સનાં ‌િરન્યૂઅલ કરવામાં આવતાં હતાં. હવે સાર‌િથ-૪ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે અરજદારોનાં ડ્રાઈવિંગ લાઇસન્સ ર૦૧૦ પહેલાં ઈશ્યૂ થયાં છે તેમનાં લાઈસન્સ હાલમાં રીન્યૂ થઈ રહ્યાં નથી. અરજદારો આરટીઓમાં ધક્કો ખાય તો પણ ધરમધક્કો પડી રહ્યો છે, કેમ કે ત્યાં પણ સમસ્યા એમની એમ જ છે.

 

આ પણ વાંચોઃ સ્ટોક માર્કેટ/ વિરામ પછી ચેતનવંતુ થયુ બજારઃ સેન્સેક્સે 569 પોઇન્ટનો ઉછાળો નોંધાવ્યો

આ પણ વાંચોઃ Salangpur Dham/ સાળંગપુરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમા, સાત કિ.મી. દૂરથી જ થશે દર્શન

આ પણ વાંચોઃ Mehasana Army Jawan Death/ મહેસાણાના આર્મી જવાનનો પાંચ દિવસ પછી મૃતદેહ મળ્યોઃ તિસ્તા નદીમાં આર્મી ટ્રક પલ્ટી હતી