અપહરણ/ પાકિસ્તાન મરીનની નાપાક હરકત, બે બોટ અને 12 જેટલાં માછીમારોનું કર્યું અપહરણ

પાકિસ્તાન મરીન દ્વારા બે ભારતીય બોટ અને 12 જેટલાં ભારતીય માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે. IMBL નજીક થી ભારતીય બોટ અને માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે.

Top Stories Gujarat
માછીમારોનું અપહરણ પાકિસ્તાન મરીન દ્વારા બે ભારતીય બોટ

પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યું. અવારનવાર ગુજરાતની દરિયાઈ સીમા સાથે ચેડાં કરી રહ્યું છે. ક્યારેક ગેરકાયદેસર ઘૂસણખોરી  હોય, કે પછી પ્રતિબંધિત દ્રવ્યો હોય કે પછી ભારતીય માછીમારોનું અપહરણ આ પાકિસ્તાનની રોજની હરકતો થઈ ગઈ છે. ફરી એકવાર પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર દ્વારકા ખાતે પાકિસ્તાન મરીન દ્વારા બે ભારતીય બોટ અને 12 જેટલાં ભારતીય માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે. IMBL નજીક થી ભારતીય બોટ અને માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે. બંને બોટ ઓખાની હોવાની શક્યતા છે. તો પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી એ અપહરણ છે.

ઉલ્લેખનીય છે કે અ માછીમારોને પાકિસ્તાનની જેલમાં બહુ જ ખરાબ પરિસ્થિતિમાં રાખવામાં આવે છે. અને પ્રતાડિત કરવામાં આવે છે. હાલમાં જ કોડીનાર ખાતેથી  અપહરણ કરાયેલા  કેટલાક માછીમારોનું જુથ પાકિસ્તાન દ્વારા રીલીઝ કરવામાં આવ્યું હતું. તેમના જણાવ્યા
પાકિસ્તાની મરીન સિક્યુરિટી દ્વારા અપહરણ કરાયેલા હજુ 557 જેટલા ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે જેમને મુક્ત કરવા માછીમાર સંગઠનો દ્વારા રજુઆત કરાઈ છે.

ધાનેરા / ભાજપ શિસ્તબધ્ધ પક્ષ હોવાથી કાર્યકરો મૌન છે, બાકી.. : ભાજપ નેતાના બદલાયા સૂર

Statue of Equality / કોઈ સંતની આટલી ઉંચી પ્રતિમા આજ સુધી બની નથી, 5 ફેબ્રુઆરીએ PM મોદી કરશે અનાવરણ