કરુણ ઘટના/ સુરતમાં માતા સાથે રસ્તો ઓળંગી રહેલ બાળકને સ્કૂલ બસે લીધો અડફેટે, થયું મોત

પાલ વિસ્તારમાં સ્કૂલ બસની અડફેટે આવતા સાત વર્ષનાં બાળકનું કરુણ મોત નીપજ્યું છે. આજે જયારે બાળક તેની માતા સાથે રસ્તો ઓળંગી રહ્યો હતો તે દરમિયાન સ્કૂલ બસે તેને અડફેટે લીધો હતો

Top Stories Gujarat Surat
સ્કૂલ બસે

સુરતમાંથી એક કાળજું કંપાવતી ઘટના સામે આવી છે. શહેરનાં પાલ વિસ્તારમાં સ્કૂલ બસની અડફેટે આવતા સાત વર્ષનાં બાળકનું કરુણ મોત નીપજ્યું છે. આજે જયારે બાળક તેની માતા સાથે રસ્તો ઓળંગી રહ્યો હતો તે દરમિયાન સ્કૂલ બસે તેને અડફેટે લીધો હતો જે બાદ બાળકને ગંભીર ઇજા પહોંચતા પહેલા અડાજણ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો, જ્યાં તેનુ સારવાર દરમિયાન જ મોત નીપજ્યુ હતુ. આ ગોઝારા અકસ્માત બાદ સ્થાનિકોમાં ભારે રોષ છવાઇ ગયો હતો.

સ્કૂલ બસે અડફેટે લેતા મોત 

આ મામલે મળતી માહિતી અનુસાર, સુરતના પાલ વિસ્તારમાં આજે સાત વર્ષનો બાળક પોતાની માતા સાથે રસ્તો ઓળંગી રહ્યો હતો. તે ડિવાઇડરથી જેવા નીચે ઉતર્યા તેવા જ માતાના હાથમાંથી બાળકનો હાથ છૂટી ગયો હતો અને તે કન્ટ્રી સાઇડ ઇન્ટરનેશનલ બસની અડફેટે આવી જતા કચડાઇ ગયો હતો. બીજી બાજુ તેની માતાનો ચમત્કારિક બચાવ થયો છે. તેને કોઇપણ ઇજા થઇ નથી. પરતું આ અકસ્માતમાં બાળકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ મામલે સ્થાનિક પોલીસે બસ ડ્રાઇવર સામે ગુનો દાખલ કર્યો છે.

આ પણ વાંચો:17 થી 27 ફેબ્રુઆરી અમદાવાદ ખાતે યાજાશે સરસ મેળો 2023

આ પણ વાંચો:અમદાવાદ બનશે મહિલાઓ માટે સેફ શહેર, અડધી રાતે પણ મહિલા નિર્ભય બનીને ફરી શકશે

આ પણ વાંચો:સ્થાનિકોના ભારે વિરોધના લીધે AMCનું ડિમોલિશન મોકૂફ

આ પણ વાંચો:રાજકોટમાં યુવકનું ક્રિકેટ રમ્યા બાદ હાર્ટએટેકથી મોત, પત્નીનું હૈયાફાટ રુદન

આ પણ વાંચો:સિહોરમાં પ્રેમી પંખીડાનો આપઘાત, બંનેની સગાઇ થઇ ગઇ હોવાની થઇ રહી છે ચર્ચા