રાજ્યમાં પ્રેમી પંખીડા દ્વારા આપઘાત કરવાના બનાવ સામે આવતા હોય છે ત્યારે ભાવનગરના સિહોરમાં આવો જ બનાવ સામે આવ્યો છે. સિહોર તાલુકા પંચાયતનાં ગ્રાઉન્ડમાં આવેલા વડલાનાં ઝાડે લટકાઇ પ્રેમી પંખીડાએ આપઘાત કરી લેતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, આજે સવારે ભાવનગર જિલ્લાના શિહોરમાં સિહોર તાલુકા પંચાયત ગ્રાઉન્ડનામાં આવેલ ઝાડ પર એક યુવક અને એક યુવતીના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો છે. જે બાદ આ અંગે સિહોર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
જણાવીએ કે ભાવનગરના કરચલીયા પરામાં રહેતો હાર્દિક કાળુભાઈ જમોડ (21) નામનો કોળી યુવાન હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવ અંગે સિહોર પોલીસ વધુ તપાસ કરી રહી છે. હાલ પોલીસે બંનેના મૃતદેહોને વાલી-વારસદારોને જાણ કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.ગામવાસીઓ તરફથી મળતી જાણકારી મુજબ બંનેની સગાઈ થઈ હતી અને લગ્ન પણ થવાના જ હતા. હાલ સવાલ એ છે કે બંને આ પગલું કેમ ભર્યું? આ સવાલનો જવાબ પોલીસ તપાસ અને પીએમનો રીપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે.
આ પણ વાંચો: કરોડોના જમીન કૌભાંડમાં મનપા એક્શનમાં, વ્હાઈટ હાઉસ સહિતના દબાણો પર ફેરાશે બુલડોઝર
આ પણ વાંચો: RCBમાં જોડાઈ સાનિયા મિર્ઝા, WPL પહેલા મળી આ મોટી જવાબદારી
આ પણ વાંચો:રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને તેમની હત્યાનો ડર,એટલે તેઓ પ્લેનમાં નહીં પણ ટ્રેનમાં કરી રહ્યા છે મુસાફરી!
આ પણ વાંચો:રાજા ચાર્લ્સ ત્રીજાના રાજ્યાભિષેક સમયે પત્ની કેમિલા કોહિનૂર હીરાનો તાજ આ કારણથી પહેરશે નહીં,જાણો
