Action: WhatsAppએ જાન્યુઆરી મહિનામાં ભારતમાં 29 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. વોટ્સએપે બુધવારે પોતાના માસિક રિપોર્ટમાં આ જાણકારી આપી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે WhatsApp દ્વારા યૂઝરની ફરિયાદો અને કાર્યવાહી બાદ IT નિયમો 2021 મુજબ જાન્યુઆરી 2023માં WhatsAppએ ભારતમાં 29 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે.
કંપનીએ તેના માસિક રિપોર્ટમાં કહ્યું છે કે 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરીની વચ્ચે 2,918,000 WhatsApp એકાઉન્ટને પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. તેમાંથી 1,038,000 ખાતાઓને સાવચેતીના પગલા તરીકે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. વોટ્સએપે જણાવ્યું હતું કે રિપોર્ટમાં સત્તાવાર ફરિયાદ પદ્ધતિ દ્વારા ભારતમાં વપરાશકર્તાઓ તરફથી મળેલી ફરિયાદોના જવાબમાં લેવામાં આવેલા પગલાંની વિગતો આપવામાં આવી છે.
In accordance with IT Rules 2021, we’ve published our report for January 2023. This report contains details of user complaints & action taken by WhatsApp, as well as WhatsApp’s own preventive actions. WhatsApp banned over 2.9 million accounts in January: WhatsApp Spokesperson pic.twitter.com/YwGm2gcGtD
— ANI (@ANI) March 1, 2023
સોશિયલ મીડિયા જાયન્ટે કહ્યું કે તેણે ભારતના કાયદાઓ અથવા વોટ્સએપની સેવાની શરતોનું ઉલ્લંઘન કરવા માટે તેના નિવારણ અને શોધ પદ્ધતિઓ દ્વારા એકાઉન્ટ્સ પર પગલાં લીધાં છે. વોટ્સએપના પ્રવક્તાએ કહ્યું કે વોટ્સએપ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સેવાઓમાં દુરુપયોગને રોકવા માટે ઉદ્યોગમાં અગ્રણી છે.
પ્રવક્તાએ કહ્યું કે વર્ષોથી, અમે અમારા પ્લેટફોર્મ પર અમારા વપરાશકર્તાઓને સુરક્ષિત રાખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અન્ય અદ્યતન તકનીક, ડેટા વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો અને પ્રક્રિયાઓમાં સતત રોકાણ કર્યું છે.WhatsAppએ કહ્યું કે તે તેના પ્લેટફોર્મ પર હાનિકારક વર્તનને રોકવા માટે સાધનો અને સંસાધનોનો ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયા જાયન્ટે કહ્યું કે તે નિવારણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે કારણ કે તે પ્રથમ સ્થાને હાનિકારક પ્રવૃત્તિને અટકાવવામાં માને છે.