Khalistani terrorist Lakhbir Singh Rode/ ભારતમાં હુમલાઓમાં સામેલ ખાલિસ્તાની આતંકવાદી લખબીર સિંહ રોડેનું પાકિસ્તાનમાં થયું મોત

લખબીરનું નામ 1985માં કાંશિકા બોમ્બ વિસ્ફોટ સહિત વિવિધ આતંકી પ્રવૃત્તિમાં સામેલ હતું. લખબીર સિંહે (Khalistani terrorist Lakhbir Singh Rode) પાકિસ્તાન સ્થાયી થયા બાદ યુવાનો ગુનાહિત પ્રવૃત્તિમાં સક્રિય થાય માટે દેશ-વિદેશમાં અનેક કેમ્પ ખોલ્યા.

Top Stories India
મૃત્યુદરમાં થશે ઘટાડો 3 ભારતમાં હુમલાઓમાં સામેલ ખાલિસ્તાની આતંકવાદી લખબીર સિંહ રોડેનું પાકિસ્તાનમાં થયું મોત

ભારતમાં હુમલાઓમાં સામેલ આતંકવાદી લખબીર સિંહ રોડે (Khalistani terrorist Lakhbir Singh Rode)નું પાકિસ્તાનમાં મોત થયું. આતંકવાદી લખબીર સિંહ પ્રતિબંધિત સંગઠન ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન અને ખાલિસ્તાન લિબરેશન ફોર્સ (KLF)નું નેતૃત્વ કરતો હતો. લખબીર સિંહના ભાઈ અને અકાલ તખ્તના ભૂતપૂર્વ જથેદાર જસબીર સિંહ રોડેએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી. જસબીરે વધુ માહિતી આપતા જણાવ્યું કે 72 વર્ષીય લખબીર સિંહ મૃત્યુ પામ્યા હોવાની જાણ તેમના પુત્ર દ્વારા કરવામાં આવી હતી. જસબીરે જણાવ્યું કે તેમના ભાઈને 1 ડિસેમ્બરની રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો. અને 2 ડિસેમ્બરે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા

ભારતથી ભાગી પાકિસ્તાન ગયા

લખબીર સિંહની આતંકી પ્રવૃત્તિઓ વધતા સરકારના રડારમાં આવતા ભારતથી પાકિસ્તાન ભાગી ગયા હતા. લખબીર સિંહ ભારતમાંથી દુબઈ ગયા અને ત્યાંથી પાકિસ્તાન ગયા હતા. પરંતુ તેમનો પરિવાર કેનેડામાં રહે છે. તેમની પત્ની સાથે બે પુત્રો અને એક પુત્રી પણ કેનેડામાં જ રહે છે. ભારતે પાકિસ્તાન સરકારને 20 જેટલા આતંકવાદીઓનું લિસ્ટ જાહેર કરતા તેમના પ્રત્યાપર્ણની માંગણી કરી હતી. આ યાદીમાં લખબીર સિંહનો પણ સમાવેશ થાય છે.

લખબીરનું નામ 1985માં કાંશિકા બોમ્બ વિસ્ફોટ સહિત વિવિધ આતંકી પ્રવૃત્તિમાં સામેલ હતું. લખબીર સિંહે (Khalistani terrorist Lakhbir Singh Rode) પાકિસ્તાન સ્થાયી થયા બાદ યુવાનો ગુનાહિત પ્રવૃત્તિમાં સક્રિય થાય માટે દેશ-વિદેશમાં અનેક કેમ્પ ખોલ્યા. કેન્દ્ર સરકારના રીપોર્ટ મુજબ યુનાઇટેડ કિંગડમ, જર્મની, કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં વિવિધ સ્થળો પર તેના કેમ્પ છે. આતંકવાદી જાહેર થયેલ લખબીર સિંહ પંજાબમાં આતંકવાદી પ્રવૃત્તિ કરવા અને VVIP તેમજ રાજકીય નેતાઓને નિશાન બનાવવા માટે સરહદ પારથી હથિયારો અને વિસ્ફોટકોના કન્સાઈનમેન્ટ ભારતમાં મોકલવામાં મહત્વનો રોલ નિભાવતો હતો.

આતંકી પ્રવૃત્તિને પગલે મોહાલીની એનઆઈએ વિશેષ અદાલતે મોગા જિલ્લાના કોઠે ગુરુપુરા ગામમાં તેમની જમીન જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ જપ્તીનો આદેશ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમની કલમ 33(5) હેઠળ NIA દ્વારા 1 ઓક્ટોબર, 2021ના રોજ વિસ્ફોટક પદાર્થ અધિનિયમ, UAPA, NDPS એક્ટ અને ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ હેઠળ નોંધાયેલા કેસમાં આપવામાં આવ્યો હતો. NIA કોર્ટના આદેશ બાદ લખબીર સિંહની 43 કનાલ 3 મરલા જમીનમાંથી એક ચતુર્થાંશ જમીન જપ્ત કરવામાં આવી રહી છે.

આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ

15 સપ્ટેમ્બર 2021ના રોજ પંજાબના ફાઝિલ્કા જિલ્લાના જલાલાબાદ શહેરમાં પંજાબ નેશનલ બેંક પાસે વિસ્ફોટ થયો હતો. NIAની તપાસમાં ખુલાસો થયો છે કે લખબીર સિંહે તેના પાકિસ્તાન સ્થિત ‘માસ્ટરો’ સાથે મળીને સમગ્ર કાવતરું ઘડ્યું હતું. આ કેસ ઉપરાંત NIA 2021-2023 વચ્ચે આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિઓમાં કથિત ‘સક્રિય ભાગીદારી’ માટે લખબીર સિંહ વિરુદ્ધ છ કેસની તપાસ કરી રહી છે. NIAના અહેવાલ મુજબ લખબીર સિંહ પંજાબના લોકોમાં ભય ફેલાવવા, બોમ્બ હુમલા, લઘુમતી સમુદાયના સભ્યોની લક્ષ્યાંકિત હત્યા અને આતંકવાદી કામગીરી માટે ભંડોળ એકત્ર કરવા જેવા આતંકવાદી કૃત્યોમાં સામેલ હતો. તાજેતરના વર્ષોમાં લખબીર સિંહ પર પંજાબમાં હુમલા કરવા માટે ગુંડાઓની ભરતી કરવાનો પણ આરોપ હતો.

આ પણ વાંચો : 

આ પણ વાંચો :