Morabi-Faketollplaza/ મોરબીમાં નકલી ટોલનાકા કૌભાંડના મુખ્ય આરોપી અમરશીના પિતાનો પુત્ર નિર્દોષ હોવાનો દાવો

મોરબીના વાંકાનેરના દોઢ વર્ષથી ચાલતા નકલી ટોલનાકાનો પર્દાફાશ થતા પાંચની સામે ફરિયાદ નોંધાઈ છે. તેમાં એક આરોપી અમરશી પટેલનો પણ સમાવેશ થાય છે.

Top Stories Rajkot Gujarat
YouTube Thumbnail 4 મોરબીમાં નકલી ટોલનાકા કૌભાંડના મુખ્ય આરોપી અમરશીના પિતાનો પુત્ર નિર્દોષ હોવાનો દાવો

મોરબીઃ મોરબીના વાંકાનેરના દોઢ વર્ષથી ચાલતા નકલી ટોલનાકાનો પર્દાફાશ થતા પાંચની સામે ફરિયાદ નોંધાઈ છે. તેમાં એક આરોપી અમરશી પટેલનો પણ સમાવેશ થાય છે. અમરશી સીદસર ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જેરામભી પટેલનો પુત્ર છે. પુત્ર અમરશીને આરોપી બનાવવામાં આવતા જેરામ પટેલે સ્પષ્ટતા કરી છે કે પુત્રએ ફેક્ટરી ભાડે આપી છે અને તેની ભાડાચિઠ્ઠી પણ અમારી પાસે છે. હવે ભાડુઆત શું કરતો હોય તેની ખબર ક્યાંથી હોય. આના પગલે તેઓ એસપી પાસે પહોંચ્યા છે અને તેમની રજૂઆત કરી છે. અમરશી પટેલની વ્હાઇટ હુસમાં કોઈ ભાગીદારી નથી અને તે કોઈ હોદ્દા પર પણ નથી.

વાંકાનેર નજીક દોઢ વર્ષથી ધમધમતા આ નકલી ટોલ બૂથમાં દરરોજની એક લાખની કમાણી થતી હોવાની સાથે અન્ય ચોંકાવનારા તથ્યો પણ સામે આવ્યા છે. આ સમગ્ર કૌભાંડમાં વાંકાનેર તાલુકા ભાજપના ટોચના હોદ્દેદારની સંડોવણીનો પણ પર્દાફાશ થયો છે. ભાજપના અગ્રણી અને વઘાસિયા ગામના વર્તમાન સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા પણ પોલીસ ફરિયાદમાં આરોપી હોવાનું સામે આવ્યું છે.

આ કૌભાંડમાં કુલ પાંચની સામે ફરિયાદ નોંધાઈ છે. વ્હાઇસ હાઉસ સિરામિક કંપનીના માલિક અમરશી પટેલ, વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા અને અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં પોલીસે જાતે ફરિયાદી બની ગુનો નોંધ્યો છે.

છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. અહીં મહત્વની વાત એ છે કે વ્હાઇટ હાઉસ નામની ફેક્ટરી ઘણા સમયથી બંધ હતી. પાંચ આરોપીમાંથી એક આરોપી કુલ કલેકશનના 70 ટકા લેતો હતો. બાકીના 30 ટકા રૂપિયા વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા યુવરાજસિંહ ઝાલા લેતા હતા.

આ સ્થળેથી રોજના 300થી 400 ટ્રક નીકળતા હતા. એક વાહન પાસેથી 200 રૂપિયા વસૂલાતા હતા. ફેક ટોલ બૂથમાં ટેમ્પોના 100, મોટા ટ્રકના 200 અને ફોર વ્હીલરના 50 રૂપિયા વસૂલાતા હતા. કારચાલકો પાસેથી પણ 50 રૂપિયાની વસૂલાત કરવામાં આવતી હતી. આ બનાવટી ટોલ બૂથની દૈનિક આવક એક લાખ રૂપિયા હતી.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ