ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની તારીખો જાહેર ગઈ છે. આ ચૂંટણીમાં બે તબક્કામાં મતદાન થવા જઇ રહ્યું છે. સુરત સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થનારા પ્રથમ ચરણના મતદાન ઉપર સૌની મીટ મંડાઇ છે. પાટીદાર ફેક્ટર અને જીએસટી ઇફેક્ટને લઇને ભીંસમાં મુકાયેલા ભાજપના કાર્યકરોને રાજકીય પાનો ચઢાવવા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહનો સુરત પ્રવાસ નક્કી થયો છે.કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તા. 3 નવેમ્બરે સુરત આવી રહ્યાં છે. આ પહેલાં એક દિવસ અગાઉ જ અમીત શાહ સુરત આવી રહ્યાં હોય શહેર ભાજપમાં રાજકીય સળવળાટ તેજ બન્યો છે. 2 નવેમ્બરના ગુરુવારે શાહના અધ્યક્ષસ્થાને સુરતમાં શહેર ભાજપના ચૂંટાયેલા સભ્યો અને આગેવાનો સાથે મોટી સંકલન બેઠક યોજાશે. આ ઉપરાંત પાલ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે પક્ષના કાર્યકર્તાઓને શાહ સંબોધન કરશે તેવું જાણવા મળી રહ્યું છે.વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ સુરતમાં રાજકીય નેતાઓની અવરજવર તેજ બની છે. આ વખતની ચૂંટણી બંને મુખ્ય રાજકીય પક્ષો માટે આબરૂનો પ્રશ્ન બની ચૂકી છે. ભાજપ સત્તા ટકાવી રાખવા તો કોંગ્રેસ સત્તા મેળવવા મરણિયો થયો છે. મતદાન અગાઉ મતદારોનું મન જીતવા, મતદારોને પોતાની તરફ વાળવા બંને પક્ષ તરફથી તડામાર તૈયારીઓ શરૂ કરવામા આવી છે
Not Set/
ચુંટણી પ્રચાર માટે રાહુલ ગાંધી સુરત આવે તે પહેલા આવશે અમિત શાહ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની તારીખો જાહેર ગઈ છે. આ ચૂંટણીમાં બે તબક્કામાં મતદાન થવા જઇ રહ્યું છે. સુરત સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થનારા પ્રથમ ચરણના મતદાન ઉપર સૌની મીટ મંડાઇ છે. પાટીદાર ફેક્ટર અને જીએસટી ઇફેક્ટને લઇને ભીંસમાં મુકાયેલા ભાજપના કાર્યકરોને રાજકીય પાનો ચઢાવવા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહનો સુરત પ્રવાસ નક્કી થયો […]
