Surat News : સુરતમાં હવે નકલી વિજિલન્સ PSI ઝડપાયો છે. આ બનાવની વિગત મુજબ ટ્રાફિક પોલીસે નશામાં ધૂત બે લોકોની ધરપકડ કરી હતી. દરમિયાન બંનેને છોડાવવા એક શખ્સ અહી આવ્યો હતો. જેણે પોતાની વિજિલન્સ PSI હોવાની ઓળખ આપી હતી અને પોતાનું નામ PSI રોનક કોઠારી બતાવ્યું હતું.નકલી PSIએ પોતાનું આઇડી કાર્ડ ભૂલી ગયો હોવાનું કહ્યું હતું. પૂછપરછ કરાતા નકલી પોલીસનો ભાંડો ફૂટ્યો હતો.
આરોપીના ફોનમાંથી પોલીસની વર્દી પહેરલા ફોટા મળ્યા હતા. પોલીસે આરોપીને પકડીને વધુ તપાસ હાથ ધરી છે.નકલી પીએસઆઇએ અગાઉ કેટલા લોકોને પોતાની ખોટી ઓળખથી પરેશાન ક્યા છે તેની તપાસ પોલીસે હાથ ધરી છે.. સાથેજ પીએસઆઇના સ્વાંગમાં કોઇની પાસેથી ખોટી વસુલાત કરી છે કે કેમ તેની પણ પોલીસ તપાસ કરશે.
આ પણ વાંચો: સાવધાન! અમદાવાદ ડ્રગ્સ સિટી બની ન જાય, ક્રાઇમબ્રાંચે રૂ. 60 લાખનું ઝડપી પાડયું ડ્રગ્સ
આ પણ વાંચો: રાજકોટમાં અમદાવાદ રેલ્વે પોલીસની SOGએ મહિલા અને સગીરની કરી ધરપકડ, ડ્રગ્સની કરી હેરાફેરી
આ પણ વાંચો: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રમકડાં અને ખાદ્ય પદાર્થમાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપ્યું
