Gujarat News : અમદાવાદમાં અસહ્ય ગરમી વચ્ચે વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે એટલેકે 15 જૂનના રોજ અમદાવાદમાં બપોર બાદ વાવાધોડા સાથે વરસાદ અથવા ઝરનર વરસાદની શક્યતા છે.
આજે (૧૪ જૂન) હવામાન ગરમ અને વાદળછાયું રહેશે. તેવી જ રીતે, ૧૬ થી ૨૦ જૂન દરમિયાન દરરોજ કેટલાક સ્થળોએ વાવાઝોડા સાથે વરસાદ અથવા ઝરમર વરસાદની શક્યતા છે. આમ આવતીકાલે વરસાદ પડશે તો અમદાવાદીઓને ગરમીમાંથી આંશિક રાહત મળે તેવી શક્યકતા છે.
રાજ્યમાં મધ્ય ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં ગરમી પડી રહી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદી માહોલ યથાવત્ છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં આજે શનિવારે (14 જૂન) સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. ચાલો જાણીએ આગામી 19 જૂન સુધી રાજ્યના કયા જિલ્લામાં કેવો રહેશે વરસાદી માહોલ.
આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે રવિવારે (15 જૂન) 15 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગીજવીજ સાથે અતિભારને વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ અને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ગીજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
16 જૂનની આગાહી
રાજ્યમાં 16 જૂને રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગીજવીજ સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. તમને જણાવી દઈએ કે, 15-16 જૂન દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના સાથે 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી છે.
17 જૂનની આગાહી
17 જૂનના રોજ રાજ્યના 12 જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં અમદાવાદ, આણંદ, બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. 18-19 જૂનની આગાહી
રાજ્યમાં 18 જૂનના રોજ કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરત, તાપી, નવસારી, ડાંગ, નવસાડ અને 19 જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
આ પણ વાંચો:અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબોની ટીમ ખડેપગે
આ પણ વાંચો:PM નરેન્દ્ર મોદી વિમાન અકસ્માતમાં મુસાફરોના મોત પર શોક વ્યક્ત કર્યો
આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના: પોલીસ પરિવારજનોની કરી રહી છે સેવા
