Rajkot News/ રાજકોટમાં અમદાવાદ રેલ્વે પોલીસની SOGએ મહિલા અને સગીરની કરી ધરપકડ, ડ્રગ્સની કરી હેરાફેરી

SOG દ્વારા પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેને આ સમયે પૈસાની જરૂર હતી.

Top Stories Gujarat Rajkot
Beginners guide to 2025 03 22T085351.667 રાજકોટમાં અમદાવાદ રેલ્વે પોલીસની SOGએ મહિલા અને સગીરની કરી ધરપકડ, ડ્રગ્સની કરી હેરાફેરી

Rajkot News: રાજકોટ (Rajkot) રેલ્વે સ્ટેશન (Railway Station) પરથી અમદાવાદ (Ahmedabad) રેલ્વે પોલીસ (Railway Police) SOGએ જામનગરના ગોલ્ડન સિટીની બાજુમાં હાઉસિંગ સ્કીમ ક્વાર્ટર્સમાં રહેતી યાસ્મીન અનવરભાઈ સેતા અને એક સગીરને 18.89 લાખ રૂપિયાના મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે ધરપકડ કરી ઊંડી તપાસ હાથ ધરી છે.

માહિતીના આધારે, અમદાવાદ SOG ટીમે રાજકોટ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર મુંબઈ (Mumbai)થી આવતી દુરંતો એક્સપ્રેસ (Duranto Express)માંથી ઉતરેલી યાસ્મીન નામની મહિલાને રોકી તેની તલાશી લેતાં તેની પાસોથી ડ્રગ્સ મળી આવ્યું હતું. ધાબળામાં 198.9 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. તેની સાથે આવેલા સગીરને પણ કસ્ટડી (Custody)માં લેવામાં આવ્યો હતો. બંને સામે રેલ્વે પોલીસમાં NDPS હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

TM481768 રાજકોટમાં અમદાવાદ રેલ્વે પોલીસની SOGએ મહિલા અને સગીરની કરી ધરપકડ, ડ્રગ્સની કરી હેરાફેરી

SOG દ્વારા પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેને આ સમયે પૈસાની જરૂર હતી. જામનગર (Jamnagar)માં રહેતા અઝારુએ તેને મુંબઈથી ડ્રગ્સનું પાર્સલ લાવવા કહ્યું હતું. બદલામાં 10000 રૂપિયા આપવાનું નક્કી થયું. પોલીસની શંકા ટાળવા માટે, તે સગીર સાથે મુંબઈ પહોંચી ગઈ. અઝારુના જણાવ્યા મુજબ, નિઝામ નામના વ્યક્તિએ તેને મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન પર બોલાવ્યો અને ડ્રગ્સ (Drugs)નું પાર્સલ આપ્યું. દુરંતો એક્સપ્રેસ તેમને લઈને રાજકોટ પહોંચી. નિયમો મુજબ, SOG એ તપાસ રાજકોટ રેલ્વે પોલીસને સોંપી અને તેના સ્ટાફે યાસ્મીનને કોર્ટમાં રજૂ કરી અને તેને બે દિવસના રિમાન્ડ પર લીધી અને તપાસ આગળ ધપાવી છે.

Image 2025 03 22T123235.279 રાજકોટમાં અમદાવાદ રેલ્વે પોલીસની SOGએ મહિલા અને સગીરની કરી ધરપકડ, ડ્રગ્સની કરી હેરાફેરી

થોડા મહિનાઓ અગાઉ રાજકોટમાં SOGએ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે 2 શખ્સને ઝડપી પાડ્યા હતા. અમદાવાદથી રાજકોટ જતી વખતે કારમાં ડ્રગ્સની હેરાફેરી કરતી વખતે શખ્સોને રાજકોટ SOG ટીમે બામણબોર પાસેથી ઝડપ્યા હતા. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટ શહેરમાં એસઓજીએ બાતમીના આધારે અમદાવાદથી રાજકોટ જતી વખતે થઈ રહેલી કારમાં હેરાફેરી વખતે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. કારમાંથી  1.83 લાખનો ડ્રગ્સ સાથે કાર જપ્ત કરવામાં આવી હતી. 18.34 ગ્રામ ડ્રગ્સ કિંમત રૂ. 1.83 લાખ અને કાર સહિત રૂ. 3.43 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આરોપીઓ કેટલા સમયથી ડ્રગ્સ લાવતા અને કોને સપ્લાય કરતા તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી હતી. રાજકોટ SOG એ જીતુદાન જેસાણી અને રાજવીરસિંહ ડોડિયાની ધરપકડ કરી ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી.

Beginners guide to 2025 03 22T090200.589 રાજકોટમાં અમદાવાદ રેલ્વે પોલીસની SOGએ મહિલા અને સગીરની કરી ધરપકડ, ડ્રગ્સની કરી હેરાફેરી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રમકડાં અને ખાદ્ય પદાર્થમાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપ્યું

આ પણ વાંચો:અંદાજે દોઢ કરોડના ડ્રગ્સ કેસમાં ઝડપાયેલી નાઈજીરીયન મહિલાના 7 દિવસના રિમાન્ડ મંજુર

આ પણ વાંચો:સુરતમાં ફરી ઝડપાયું ડ્રગ્સ! મહિલા સહિત 4 આરોપીઓ ઝડપાયાં