2 terrorists/ આતંકી સંગઠ્ઠન આઈએસઆઈનો ભારતનો ચીફ તેના સાગરીત સાથે ઝડપાયો

બાંગ્લાદેશથી સરદહ પાર કરીને બન્ને આતંકવાદી આસામપહોંચ્યા હતા

Top Stories India
Beginners guide to 32 1 આતંકી સંગઠ્ઠન આઈએસઆઈનો ભારતનો ચીફ તેના સાગરીત સાથે ઝડપાયો

Gujarat News : આતંકવાદી સંગઠ્ઠન આઈએસઆનો ભારતનો ચીફ અને તેનો એક સાગરીત બુધવારે આસામના ઘુબરી જીલ્લામાંથી ઝડપાઈ ગયા હતા. બન્ને આતંકવાદી બાંગ્લાદેશથી સરહદ ઓળંગીને આસામ આવ્યા હતા. આ અંગે આસામ પોલીસના પીઆરઓ પ્રણવ જ્યોતિ ગોસ્વામીએ કહ્યું હતું કે એક ખાનગી માહિતી બાદ એસટીએફ દ્વારા તેમની ધર્મશાળા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

વધુમાં ગોસ્વામીએ કહ્યું હતું કે બન્નેને ગુવાહાટી સ્થિત એસટીએફની ઓફિસે લઈ જવાયા છે. બન્નેની ઓળખ થઈ ગઈ છે. જેમાં તેમના નામ હરીશ ફારૂકી ઉર્ફે હરીશ અજમલ ફારૂકી ભારતમાં આઈએસઆઈનો વડો છે. તે દહેરાદૂનના ચકરાતાનો રહેવાસી છે. તેનો સાગરીત અનુરાગ સિંહ દર્માંતરણ કરીને હવે રેહાન બની ગયો છે. તે પાણીપતનો રહેવાસી છે. તેની પત્ની બાંગ્લાદેશી નાગરિક છે. બન્ને ભારતમાં આઈએસના તાલીમ પામેલા સભ્યો છે. બન્ને ભારતમાં આઈએસના આતંકી એજન્ડાને આગળ વધારી રહ્યા છે. આઈએસ માટે તેઓ ફંડીંગથી લઈને આતંકી ઘટનાઓને અંજામ આપવાના કાવતરામાં સામેલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

એક પોલીસ અધિકારીનું કહેવું છે કે બન્ને એનઆઈએ અને એટીએસના રડાર પર હતા. તેમની વિરૂધ્ધ દિલ્હી, લખનૌ સહિત અન્ય ઠેકાણા પર અનેક ગુના નોંધાયેલા છે. આગળની કાર્યવાહી માચે તેમને એનઆઈએને સોંપવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

મુખ્યમંત્રી હેંમત બિશ્વાએ ગુરૂવારે આ અંગે પ્રતિક્રીયા આપી હતી.આસામ પોલીસની એક ટ્વીટ પર પ્રતિક્રીયા આપતા તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે કટ્ટરપંથીઓ વિરૂધ્ધ અમારી લડાઈ ચાલુ રાખીશું અને અને આપમા દેશમાંથી આતંકવાદને ખતમ કરીશું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બીજા જિલ્લામાં પતિ છે કલેકટર, પરંતુ AMC માં રોફ જોશો તો તમે પણ કહેશો….

આ પણ વાંચો:ગઈકાલ સુધી બધું બરોબર હોવાનો રંજનબેન ભટ્ટનો દાવો

આ પણ વાંચો:કેતન ઇનામદારનો બળાપોઃ પક્ષમાં નાના કાર્યકરોનું ધ્યાન રખાતું નથી