show/ ઓસ્ટ્રેલિયાએ ગાયક મિકા સિંહના વિઝા કર્યા રદ,તમામ શો કેન્સલ

સિંગર મીકા સિંહે 11 ઓગસ્ટથી ઓસ્ટ્રેલિયામાં તેના તમામ શો કેન્સલ કરવા પડ્યા હતા. 11 થી 19 ઓગસ્ટ સુધી મિકા સિંહ ઓસ્ટ્રેલિયાના અલગ-અલગ શહેરોમાં પાંચ શો કરવાના હતા

Top Stories Entertainment
12 3 ઓસ્ટ્રેલિયાએ ગાયક મિકા સિંહના વિઝા કર્યા રદ,તમામ શો કેન્સલ

સિંગર મીકા સિંહે 11 ઓગસ્ટથી ઓસ્ટ્રેલિયામાં તેના તમામ શો કેન્સલ કરવા પડ્યા હતા. 11 થી 19 ઓગસ્ટ સુધી મિકા સિંહ ઓસ્ટ્રેલિયાના અલગ-અલગ શહેરોમાં પાંચ શો કરવાના હતા. આ શોની ટિકિટો વેચાઈ ગઈ હતી. પરંતુ હવે શો કેન્સલ થવાથી તેના ફેન્સ નિરાશ થયા છે.

નજીકના સૂત્રોનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયન એમ્બેસીએ મિકા સિંહના વિઝા રદ કરી દીધા છે. જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. બે દિવસ પહેલા તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે હું ઓસ્ટ્રેલિયા આવી રહ્યો છું. હું તમારા સુંદર શહેરમાં ધમાલ મચાવવા આવું છું તો મારી સાથે ડાન્સ કરવા તૈયાર થઈ જાવ પરંતુ હવે અચાનક જ બધા શો કેન્સલ થતા ચાહકોને નિરાશાનો સામનો કરવો પડ્યો છે.

જો કે મીકા સિંહ સાથે ઓફિશિયલ વાત થઈ શકી નથી, પરંતુ કેટલાક સાથીઓનું કહેવું છે કે મિકા સિંહ ઘણા દિવસો સુધી શો કરી રહ્યો હતો અને સતત ટ્રાવેલ કરતો હતો. જેના કારણે તે બહુ બિમાર પડી ગયો છે. મિકા સિંહે અમેરિકામાં સતત 21 સુપરહિટ શો કર્યા હતા, આવી સ્થિતિમાં તે બીમાર પડી ગયો છે. બે મહિનાના સતત પ્રવાસ અને શો બાદ ડોક્ટરે ત્રણ અઠવાડિયા આરામ કરવાની સલાહ આપી છે. જોકે તેની બીમારી અંગે સત્તાવાર માહિતી સામે આવી નથી. ઓસ્ટ્રેલિયામાં રહેતા અમોલ કુમારનું કહેવું છે કે પંજાબી સમુદાયમાં શોને લઈને ઘણો ઉત્સાહ હતો, પરંતુ અચાનક એવા અહેવાલો આવ્યા કે વિઝા કેન્સલ થઈ ગયા છે, તે ખૂબ જ નિરાશાજનક છે.

2018 માં, ગાયક મીકા સિંહને સંયુક્ત આરબ અમીરાત (UAE) માં કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. બાદમાં ભારતીય દૂતાવાસની દરમિયાનગીરી બાદ તેને મુક્ત કરવામાં આવ્યો હતો. UAEમાં 17 વર્ષીય બ્રાઝિલિયન મોડલ દ્વારા તેના પર કથિત રીતે તેની વાંધાજનક તસવીરો મોકલવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેણે ફરિયાદ નોંધાવી હતી. આ પછી તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.