ચક્રવાત બિપરજોય/ સૌરાષ્ટ્ર-કચ્છમાં કાંઠા વિસ્તારોમાં લોકોના ઘરોમાં ઘૂસવા માંડ્યા દરિયાના પાણી

બિપરજોય વાવાઝોડાની અસરના પગલે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે વસતા લોકોના ઘરોમાં પાણી ઘૂસવા માંડ્યા છે. તેના લીધે લોકો ડરી ગયા છે.

Top Stories Gujarat
Bipperjoy 2 સૌરાષ્ટ્ર-કચ્છમાં કાંઠા વિસ્તારોમાં લોકોના ઘરોમાં ઘૂસવા માંડ્યા દરિયાના પાણી

બિપરજોય વાવાઝોડાની અસરના પગલે Bipperjoy cyclone ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે વસતા લોકોના ઘરોમાં પાણી ઘૂસવા માંડ્યા છે. તેના લીધે લોકો ડરી ગયા છે. બિપરજોય વાવાઝોડું હવે અત્યંત વિનાશકારી સ્વરૂપ ધારણ કરી ગુજરાત તરફ ધસી રહ્યુ છે, જાણે સાક્ષાત કાળ જ જોઈ લો. ગુજરાતના દરિયાકાંઠાથી આ વાવાઝોડું માંડ 300 કિ.મી. દૂર છે.

વાવાઝોડાના પગલે દરિયા કાંઠાના તમામ જિલ્લાઓમાં Bipperjoy cyclone એલર્ટ આપી દેવાયું છે. સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરમાંથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ વચ્ચે બિપરજોય વાવાઝોડાની અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે. દ્વારકાના હર્ષદ અને જૂનાગઢના શેરિયાજ બારા ગામમાં લોકોનાં ઘરોમાં દરિયાનું પાણી ઘૂસ્યું છે. તારીખ 14 અને 15 જૂને સમુદ્ર કાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બંને દિવસોમાં કચ્છ, જામનગર અને દ્વારકામાં 125 થી 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે.

વાવાઝોડાનો કચ્છ પર સૌથી વધુ ખતરો

બિપોરજોય વાવાઝોડું ગુજરાતની વધુ નજીક પહોંચી ગયું છે. બિપોરજોયની સવારે 5.30 વાગ્યાની સ્થિતિએ પ્રતિ કલાક પાંચ કિલોમીટરની ઝડપે બિપોરજોય વાવાઝોડું આગળ વધી રહ્યું છે. બિપોરજોય Bipperjoy cyclone મુંબઇથી 540, પોરબંદરથી 300, દ્વારકાથી 400, નલિયાથી 660 અને કરાંચીથી 660 કિલોમીટર દૂર છે. 15 જુન બપોર બાદ કચ્છ અને પાકિસ્તાન વચ્ચેના દરિયાકાંઠે બિપોરજોય સીધું ટકરાશે. માંડવી અને કરાંચીની વચ્ચે વાવાઝોડું હિટ થશે. વાવાઝોડાના લેન્ડફોલ વખતે પવનની ગતિ 125 થી 135 કિલોમીટર રહેશે, જે 150 કિમી પ્રતિકલાક સુધી વધી શકે છે. હાલ બિપોરજોય એકસ્ટ્રીમ સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમના સ્વરૂપમાં છે. જોકે, થોડા રાહતના સમાચાર એ છે કે, વાવાઝોડું લેન્ડફોલ થશે ત્યારે તેની તીવ્રતા ઘટેલી હશે. પરંતું વાવાઝોડું સિવિયર સાયક્લોનીક સ્ટ્રોમના સ્વરૂપે ટકરાશે.

ગુજરાતના વાવાઝોડા પર પીએમઓની નજર

ગુજરાત પર આવી રહેલા વાવાઝોડા પર ગુજરાત Bipperjoy cyclone સરકાર ઉપરાંત PMO પર ચાંપતી નજર રાખી રહ્યું છે. PMO માંથી ગુજરાતની સ્થિતિ પર દેખરેખ રાખવામાં આવી રહી છે. આજે કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા કચ્છ પહોંચવાના છે.  તેઓ તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની  સમીક્ષા કરશે. બિપરજોય વાવાઝોડાનો કચ્છ પર સૌથી વધુ ખતરો છે.

આ પણ વાંચોઃ ચક્રવાત બિપરજોય/ ગુજરાત પર મુસીબત બનીને ત્રાટકી શકે બિપરજોય વાવાઝોડું

આ પણ વાંચોઃ World Day Against Child Labor 2023/ વિશ્વ બાળ મજૂરી વિરુદ્ધ દિવસનું મહત્વ શું છે, કેમ તેને ઉજવવામાં આવે છે! જાણો

આ પણ વાંચોઃ નિવેદન/ નાથુરામ ગોડસેને ભારતનો સપૂત કહેતા ભાજપને શરમ નથી આવતી- CM ભૂપેશ બઘેલ

આ પણ વાંચોઃ Corona Virus/ ચીનની સેનાએ વુહાનના વૈજ્ઞાનિકો સાથે મળીને બનાવ્યો કોરોના વાયરસ? તપાસકર્તાઓએ કર્યો મોટો ખુલાસો

આ પણ વાંચોઃ Modi Ji Thali/ PM મોદીના અમેરિકા પ્રવાસ પહેલા ન્યુ જર્સીમાં રેસ્ટોરન્ટે ‘મોદી જી’ થાળી લોન્ચ કરી,જાણો