Not Set/ CAA-જામિયા મામલે વિપક્ષ રાષ્ટ્રપતિને મળ્યું, સોનિયા ગાંધીએ કહ્યું – પરિસ્થિતિ ખૂબ ગંભીર

કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીના નેતૃત્વમાં અનેક વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ મંગળવારે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને મળ્યા હતા, જેમાં નાગરિકત્વના કાયદાને પગલે જામિયા મીલીયા ઇસ્લામીયામાં પોલીસ કાર્યવાહી સહિત દેશના અનેક શહેરોમાં ધાંધલ ધમાલ થઈ  રહી હોય આ મામલે વાત કરવામાં આવી હતી. વિપક્ષે રાષ્ટ્રપતિ પાસે રવિવારે જામિયાના વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલી પોલીસ કાર્યવાહીની ન્યાયિક તપાસની માંગ […]

Top Stories India
soniya gandhi CAA-જામિયા મામલે વિપક્ષ રાષ્ટ્રપતિને મળ્યું, સોનિયા ગાંધીએ કહ્યું - પરિસ્થિતિ ખૂબ ગંભીર

કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીના નેતૃત્વમાં અનેક વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ મંગળવારે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને મળ્યા હતા, જેમાં નાગરિકત્વના કાયદાને પગલે જામિયા મીલીયા ઇસ્લામીયામાં પોલીસ કાર્યવાહી સહિત દેશના અનેક શહેરોમાં ધાંધલ ધમાલ થઈ  રહી હોય આ મામલે વાત કરવામાં આવી હતી. વિપક્ષે રાષ્ટ્રપતિ પાસે રવિવારે જામિયાના વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલી પોલીસ કાર્યવાહીની ન્યાયિક તપાસની માંગ કરી છે.

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ મુલાકાત પછી કહ્યું કે પરિસ્થિતિ ખૂબ ગંભીર છે અને શાંતિપૂર્ણ વિરોધીઓ સાથેના વ્યવહારની રીતને લઈને અમે ખૂબ જ ચિંતિત છીએ. તેમણે ભાજપ સરકાર પર લોકોનો અવાજ દબાવવાનો આરોપ લગાવ્યો.

સોનિયા ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે દિલ્હીનું એક ઉદાહરણ આપ્યું છે, જ્યાં પોલીસે જામિયા મહિલા છાત્રાલયમાં પ્રવેશ કર્યો હતો અને તેમને બહાર ખેંચીને બહાર કાઢ્યા હતા. મને લાગે છે કે તમે બધાએ જોયું હશે કે જ્યારે લોકોનો અવાજ બંધ કરવાની અને કાયદા લાગુ કરવાની વાત આવે છે ત્યારે મોદી સરકારમાં કોઈ કરુણા જોવામાં આવતી નથી.

આપને જણાવી દઇએ કે, વિપક્ષી નેતાઓએ સોમવારે કહ્યું હતું કે તેઓ પોલીસ કાર્યવાહી અને નાગરિકત્વ કાયદામાં સુધારાના વિષય પર રાષ્ટ્રપતિ પાસે પોતાનો વિરોધ નોંધાવશે. આપને જણાવી દઇએ કે, દિલ્હીની જામિયા મીલીયા ઇસ્લામીયામાં પોલીસ કાર્યવાહી અને વિવાદિત નાગરિકત્વ (સુધારો) અધિનિયમ સામે દેશના અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શનો થયા છે. નેતાઓ અને સામાજિક કાર્યકરો પણ આ પ્રદર્શનને ટેકો આપતા જોવા મળ્યા હતા. કેટલાક સ્થળોએ, આ દેખાવો શાંતિપૂર્ણ હતા, જ્યારે અન્યત્ર તે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. જામિયા વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી અને નાગરિકત્વ કાયદા સામેના રોષની અસર ઉત્તર પ્રદેશથી કેરળ અને મહારાષ્ટ્રથી પશ્ચિમ બંગાળ સુધી જોવા મળી હતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.