Lockdown/ કોરોના કેસ વધતાં નેધરલેન્ડમાં 3 સપ્તાહનું આંશિક લોકડાઉન, લોકોએ કર્યો વિરોધ

નેધરલેન્ડની જનતા સડકો પર ઉતરી આવી હતી અને લોકડાઉનના વિરોધમા ઉગ્ર પ્રદર્શન કર્યા હતા.

Top Stories World
લોકડાઉન

કોરોનાના વધતા સંક્રમણને પગલે નેધરલેન્ડમાં 3 સપ્તાહનું આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. સરકારના આ નિર્ણયના વિરોધમાં નેધરલેન્ડની જનતા સડક પર ઉતરી આવી હતી.અને વિરોધ પ્રદર્શન કર્યા હતા.

આ પણ વાંચો :યુરોપ આ સમયે કોરોના મહામારીનું બન્યુ કેન્દ્ર, રસી મળી હોવા છતા વધી રહ્યા છે કેસ

યુરોપીય દેશોમાં વધી રહેલા કોરોના કેસો અંતર્ગત હોલેન્ડમાં બીજી વખત લોકડાઉન લાગુ કરાતાજ સામાન્ય જનતામાં રોષ જોવા મળ્યો છે. આંશિક લોકડાઉનના વિરોધમાં જનતા રસ્તા પર વિરોધ પ્રદર્શન કરવા ઉતરી આવી હતી.

નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રૂટે શુક્રવારે ત્રણ સપ્તાહના આંશિક લોકડાઉનની ઘોષણા કરી હતી.જેમાં રેસ્ટરન્ટ, બાર, આવશ્યક દુકાનોને રાત્રે 8 વાગ્યા પછી બંધ કરી દેવા નિર્દેશ છે. તો બિન આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ અને સેવાને રાત્ર 6 વાગ્યે બંધ કરી દેવા નિર્દેશ છે.

તો સાથે જ તમામ પ્રકારના ખેલ આયોજનોમાં દર્શકોની હાજરી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આનાથી નેધરલેન્ડના ખેલ ઉદ્યોગને મોટો ફટકો પહોંચશે.આ મંગળવારે જ નેધરલેન્ડ અને નોર્વે વચ્ચે રોટરડેમમાં ફિફા વિશ્વકપ 2022ની ક્વાલિફાયર મેચ રમાવવાની છે.જે હવે દર્શકો વગર જ ખાલી સ્ટેડિયમમાં રમાશે.

આ પણ વાંચો : ચીનને શ્રીલંકાએ આપ્યો મોટો ઝટકો, નબળી ગુણવત્તાવાળા ઓર્ગેનિક ખાતરોના કન્સાઈનમેન્ટને નકારી કાઢ્યો

સરકારે તમામ લોકોને ઘરેથી કામ કરવાની સલાહ આપી છે. ઘરે આવનારા મહેમાનોની મર્યાદા દૈનિક ચાર કરી દેવામાં આવી છે. જો કોઇ ગૃહીણી સંક્રમિત હશે તો તેણે આઇસોલેશનમાં રહેવું પડશે.

નેધરલેન્ડે મુકેલા આ નિયંત્રણો 3 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે

શુક્રવારે સરકાર દ્વારા આ પ્રતિબંધોની જાણ થયા બાદ નેધરલેન્ડની જનતા સડકો પર ઉતરી આવી હતી અને લોકડાઉનના વિરોધમા ઉગ્ર પ્રદર્શન કર્યા હતા. પ્રદર્શનકારીઓને નિયંત્રણમાં લેવા માટે પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચો :પોલીસ સ્ટેશનમાં મહિલાને કપડાં ઉતારીને ડાન્સ કરવા માટે મજબૂર કરવામાં આવી

આ પણ વાંચો :ચીને ચેતવણી આપી,આવી શકે છે શીત યુદ્ધ જેવો તબક્કો

આ પણ વાંચો :36 રૂપિયાનો પગાર કપાતા જાપાની ટ્રેન ડ્રાઈવરે 14 લાખનો દાવો માંડ્યો