મહારાષ્ટ્ર/ રાયગઢ જિલ્લામાં ભૂસ્ખલનથી 36 લોકોનાં મોત, 30 થી વધુ લોકો ફસાયા

મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને પૂર વચ્ચે રાયગઢ જિલ્લામાં ભૂસ્ખલનથી 36 લોકોનાં મોત નીપજ્યાં છે અને 30 થી વધુ લોકો ફસાયા છે. બચાવ ટીમો તેમને બચાવવા રોકાયેલી છે.

Top Stories India
11 492 રાયગઢ જિલ્લામાં ભૂસ્ખલનથી 36 લોકોનાં મોત, 30 થી વધુ લોકો ફસાયા

મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને પૂર વચ્ચે રાયગઢ જિલ્લામાં ભૂસ્ખલનથી 36 લોકોનાં મોત નીપજ્યાં છે અને 30 થી વધુ લોકો ફસાયા છે. બચાવ ટીમો તેમને બચાવવા રોકાયેલી છે. નૌકાદળ અને એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમો બચાવ કામગીરીમાં લાગી ગઈ છે.

પોર્નોગ્રાફી કેસ / રાજ કુન્દ્રાને કોર્ટે આપ્યો મોટો ઝટકો, 27 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો

રાયગઢ જિલ્લા કલેક્ટર નિધિ ચૌધરીએ જણાવ્યું છે કે, જિલ્લામાં ભૂસ્ખલનને કારણે કુલ 36 લોકોનાં મોત નીપજ્યાં છે. આમાંથી તલાઈમાં 32 લોકો અને 4 લોકોનાં મોત સખાર સુતાર વાડીમાં થયા હતા. 30 લોકો ફસાયેલા છે. આ જ રીતે રાયગઢ જિલ્લામાં પણ કુંડલીકા, અંબા, સાવિત્રી, પાતાલગંગા, ગઢી, ઉલ્હાસ સહિતની મુખ્ય નદીઓ જોખમી નિશાની ઉપર વહી રહી છે. સમીક્ષા બેઠક દરમ્યાન ઠાકરેએ જણાવ્યું હતું કે, ભારતનાં હવામાન વિભાગ (આઇએમડી) એ આગામી ત્રણ દિવસ માટે આ વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ભારતીય સૈન્ય અને નૌકાદળની ટીમો મહારાષ્ટ્રનાં પૂરગ્રસ્ત કોંકણ ક્ષેત્રનાં રાયગઢ અને રત્નાગીરી જિલ્લામાં બચાવ કામગીરીમાં મદદ કરી રહી છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રત્નાગિરિ જિલ્લામાં બચાવ કામગીરી માટે એક એરફોર્સનું હેલિકોપ્ટર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યુ છે.

નિર્ણય / રાજકોટ દૂધ ઉત્પાદક સંઘની સામાન્યસભામાં જાહેરાત, પશુપાલકોને કિલો ફેટદીઠ રૂ.9 નો વધારો મળશે

મુખ્યમંત્રી સ્થાનિક અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. આ રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ), કોસ્ટગાર્ડ, નેવી અને આર્મીને આ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે અને રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હોવાનું કચેરીએ જણાવ્યું હતું. નિવેદનમાં જણાવાયું છે કે, એનડીઆરએફ ટીમો પશ્ચિમ મહારાષ્ટ્રનાં સાંગલી, સાતારા અને કોલ્હાપુર જિલ્લામાં પણ મોકલવામાં આવી છે. કોલ્હાપુરની શિરોલ અને કરવીર તહસિલોમાં બે ટીમો તૈનાત કરવામાં આવી છે. રાયગઢ જિલ્લા કલેક્ટર કચેરીનાં એક અધિકારીએ જણાવ્યું કે, મહાડ તહસીલમાં, પોલાદપુરમાં 22 જુલાઈથી 23 જુલાઇ દરમ્યાન 305 મીમી વરસાદ થયો હતો. જો શુક્રવારે વરસાદ ચાલુ રહેશે તો અધિકારીઓ માટે શોધ અને બચાવ કામગીરી હાથ ધરવી ખૂબ મુશ્કેલ રહેશે. રત્નાગિરી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ બી.એન.પાટીલે જણાવ્યું હતું કે, ચિપલુનમાં છેલ્લા 40 વર્ષમાં આ સૌથી ખરાબ વરસાદ પડ્યો છે. આ દ્રશ્યો ખૂબ જ ભયાનક દેખાઇ રહ્યા છે.