Not Set/ કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડી.કે.શિવકુમારનાં ઘરે CBI નાં દરોડા, પૂર્વ CM એ ગણાવી બદલાની રાજનીતિ

  કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા ડી.કે.શિવકુમારનાં ઘરે આજે સવારે દરોડા પાડ્યા છે. આ દરોડા કથિત ભ્રષ્ટાચારનાં આરોપમાં મુકવામાં આવ્યા છે. અધિકારીઓએ કહ્યું છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આવકવેરા વિભાગની કરચોરીનાં આરોપોની કાર્યવાહીનાં આધારે મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી હતી. આ સમય દરમિયાન તેને કેટલીક ઇનપુટ્સ મળી હતી, જે તેણે […]

India Uncategorized
4447a5c55d903291504689730319d507 કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડી.કે.શિવકુમારનાં ઘરે CBI નાં દરોડા, પૂર્વ CM એ ગણાવી બદલાની રાજનીતિ
4447a5c55d903291504689730319d507 કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડી.કે.શિવકુમારનાં ઘરે CBI નાં દરોડા, પૂર્વ CM એ ગણાવી બદલાની રાજનીતિ 

કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા ડી.કે.શિવકુમારનાં ઘરે આજે સવારે દરોડા પાડ્યા છે. આ દરોડા કથિત ભ્રષ્ટાચારનાં આરોપમાં મુકવામાં આવ્યા છે. અધિકારીઓએ કહ્યું છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આવકવેરા વિભાગની કરચોરીનાં આરોપોની કાર્યવાહીનાં આધારે મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી હતી. આ સમય દરમિયાન તેને કેટલીક ઇનપુટ્સ મળી હતી, જે તેણે ગયા વર્ષે સીબીઆઈને ફોરવર્ડ કર્યા હતા.

સીબીઆઈએ હવે આ ઇનપુટનાં આધારે આ નવો કેસ દાખલ કર્યો છે, જે અંતર્ગત ડી.કે.કુમારનાં નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા છે. સીબીઆઈની આ કાર્યવાહી અંગે પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસનાં નેતા સિદ્ધારમૈયાએ ભારતીય જનતા પાર્ટી પર બદલો લેવાની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. સોમવારે એક ટ્વિટમાં તેમણે લખ્યું છે કે, ‘ભાજપ હંમેશા બદલાની રાજનીતિ અને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે. ડી.કે.શિવકુમારનાં ઘરે સીબીઆઈનો દરોડો અમારી પેટા-ચૂંટણીઓની તૈયારીમાં ખલેલ પહોંચાડવા માટે કરવામાં આવી રહ્યો છે. હું આની નિંદા કરું છું.

આપને જણાવી દઇએ કે, સીબીઆઈ આ મામલામાં કર્ણાટક અને મુંબઇ અને કેટલાક અન્ય 14 સ્થળોએ દરોડા પાડી રહી છે. જેમા ડી.કે.શિવકુમાર, તેના પરિવારનાં સભ્યો અને તેના સાથીઓનાં રહેઠાણા સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.