Rajkot Crime/ રાજકોટ : પોલીસના ત્રાસથી યુવાનનો આપઘાત, પરિવારજનોએ લાશ સ્વીકારવા કર્યો ઇનકાર

રાજકોટમાં એક યુવાને પોલીસના ત્રાસથી આપઘાત કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. યુવાને આપઘાત કરતા પહેલા વિડિયો બનાવ્યો જેમાં પીએસઆઈ દ્વારા અપાતા ત્રાસની ફરિયાદ કરી.

Top Stories Gujarat Rajkot
Beginners guide to 35 2 રાજકોટ : પોલીસના ત્રાસથી યુવાનનો આપઘાત, પરિવારજનોએ લાશ સ્વીકારવા કર્યો ઇનકાર

રાજકોટમાં એક યુવાને પોલીસના ત્રાસથી આપઘાત કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. યુવાને આપઘાત કરતા પહેલા વિડિયો બનાવ્યો હતો. વીડિયોમાં યુવાને જણાવ્યું કે કેવી રીતે લોકોની સુરક્ષા કરતી પોલીસ ત્રાસદાયક હેરાનગતિ કરી રહી છે. જેના કારણે તે આત્મહત્યા કરવા જેવું પગલું ભરવા મજબૂર થયો છે. યુવાને આત્મહત્યાકર્યાનું માલૂમ થતા પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લામાં 36 વર્ષીય દિપક નામના યુવાને ગળેફાંસો ખઈ આત્મહત્યા કરી. દિપકે આત્મહત્યાનું કારણ જણાવતો એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોના આધાર પર મૃતકની પત્નીએ વિરમગામના PSI હિતેન્દ્ર પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. દિપકની પત્નીએ ફરિયાદમાં જણાવ્યું કે વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર પીએસઆઈ હિતેન્દ્ર પટેલ મારા પતિને દારૂના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા.

દિપકની પત્નીનું કહેવું છે કે દારૂના કેસમાં નામ ખુલતા પીએસઆઈ 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી. બાદમાં વધુ 10 લાખ રૂપિયાની માંગણી કરતા તેમના પતિએ આત્મહત્યા કરી. વિરમગામના પીએસાઈએ દિપકને દારૂના ખોટા કેસમાં સંડોવણી કરી તેમની પાસેથી રૂપિયાની માંગણી કરી. દિપક વધુ રૂપિયા આપી ના શકતા વારંવાર પીએસઆઈ દ્વારા કરાતા ત્રાસથી કંટાળી આત્મહત્યા જેવું અંતિમ પગલું ભર્યું. જો કે પોલીસના વેશમાં ત્રાસ આપનાર પીએસઆઈની હકીકત લોકો સમક્ષ આવે માટે દીપકે આત્મહત્યાના કારણ માટે જવાબદાર વિરુદ્ધ વીડિયો બનાવ્યો. આ મામલે પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરી છે. દિપકના પરીવારે ન્યાયની ગુહાર લગાવટા લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. પોલીસ લોકોની સુરક્ષા કરતી હોય છે પરંતુ આજકાલ પોલીસ દ્વારા ગુનેગારોને છાવરવામાં આવે છે નિર્દોષોને દંડવામાં આવે છે. આથી દીપકે વીડિયો બનાવી પીએસઆઈની કરતૂતનો પર્દાફાશ કર્યો છે. પરંતુ શું દિપકના પરિવારને ન્યાય મળશે ખરો ?


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લગ્ન પહેલા પતિએ બળાત્કાર કર્યો હોવાનો પત્નીનો આક્ષેપ

આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટી ડ્યુઅલ ડિગ્રી માટે વિદ્યાર્થીઓને સુલભતા પ્રદાન કરશે

આ પણ વાંચો:મહેસાણામાં વાળીનાથ મહાદેવ ખાતે સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ, જાણો શું કહ્યું PM મોદી

આ પણ વાંચો:આણંદની સમરસ હોસ્ટેલ ખરાબ ભોજનનો આરોપ, વિદ્યાર્થીનીઓનો હોબાળો