Not Set/ પાટણ : દલિત યુવાને કલેકટર ઓફિસમાં જ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ, કારણ જાણશો તો ચોંકી જશો

પાટણ, રાજ્યમાં દલિત સમુદાય દ્વારા કરવામાં આવતી ન્યાયની માંગણી ન સંતોષાતા આત્મવિલોપન કરાયા હોવાની વધુ એક ધટના બહાર આવી છે. ગુરુવારે પાટણ જીલ્લાના દદુઆ ગામનો દલિત પરિવાર છેલ્લા ૬ મહિનાથી જમીન મામલે પોતાની ન્યાયની માંગણી કરી રહ્યો હતો. ત્યારે આ માંગણી ન સંતોષાતા કલેકટર કચેરી બહાર દલિત સમુદાયના ભાનુપ્રસાદ નામના વ્યક્તિએ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. […]

Top Stories

પાટણ,

રાજ્યમાં દલિત સમુદાય દ્વારા કરવામાં આવતી ન્યાયની માંગણી ન સંતોષાતા આત્મવિલોપન કરાયા હોવાની વધુ એક ધટના બહાર આવી છે. ગુરુવારે પાટણ જીલ્લાના દદુઆ ગામનો દલિત પરિવાર છેલ્લા ૬ મહિનાથી જમીન મામલે પોતાની ન્યાયની માંગણી કરી રહ્યો હતો. ત્યારે આ માંગણી ન સંતોષાતા કલેકટર કચેરી બહાર દલિત સમુદાયના ભાનુપ્રસાદ નામના વ્યક્તિએ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો.

મૂળ પાટણ જીલ્લાના સમી તાલુકાના દુદખા ગામના દલિત પરિવારની ૧૯૫૫-૫૬માં જમીન શ્રી સરકાર થઇ હતી. સદસ્યએ ગુરુવારે બપોરે આત્મવિલોપનના બોર્ડ સાથે કલેકટર કચેરી સામે પ્રદર્શન કર્યું હતું. પોલીસે બેનર લઈ લીધાની ગણતરીની મિનિટોમાં આ દલિત યુવાને પોલીસની સુરક્ષા વચ્ચે જ પોતાના શરીરે જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગીને કલેક્ટર કચેરી તરફ દોડ મૂકી હતી. ત્યારબાદ હાજર ફાયર ફાયટર, પોલીસ અને કચેરીના કર્મચારીઓએ તેની આગ બુઝાવી હતી અને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ મામલાને લઇ અરજદારના પરિવારજનો અને સમાજના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને રસ્તો ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતા પોલીસે અટકાયત કરી હતી. આ મામલો વધુ તંગ બનતા પોલીસનો કાફલો ઘટના સ્થળે ગોઠવી સ્થિતિ કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ એસપી કે કલેકટર આ બાબતે કોઈ જ નિવેદન આપવા તૈયાર નથી. ત્યારે સમાજ માં આ ઘટના પગલે ઘેર પ્રત્યાઘાત પડવા પામ્યા છે.

દલિત પરિવારના સદસ્ય હેમાબેન કાંતિભાઈ વણકરે આત્મવિલોપનની ચીમકી અંગે જણાવ્યું હતું કે, તેઓ અનુસૂચિત જાતિના ખેત મજૂર છે અને દુદખા ગામના વર્ષો પુરાણી ચાકરિયાત પસાયતામાં જમીન ધરાવે છે.

ત્યારબાદ આ જમીનને નિયમિત કરવા માટે વર્ષ ૨૦૧૫થી મહેસુલ વિભાગ પાટણ કલેકટરે દરખાસ્ત કરી હતી. પરંતુ આ હકારાત્મક અભિપ્રાય રજુ કરવામાં આવ્યો છે તેમજ આ જમીન રી ગ્રાન્ટ માટેની પત્રતા ધરાવે છે ત્યારબાદ પણ આ મહિલા ઉત્થાનના દાવા કરતી સરકારે અનુ.જાતિની માંગણી સંદર્ભે કોઈ પગલાં ભર્યા નથી અને અમારા સમુદાય સાથે ભેદભાવની નીતિ આ સરકાર અપનાવી રહી છે. તેથી આ ભેદભાવની નીતિનો વિરોધ કરી અમારી માંગણી ન સંતોષાતા પાટણ કલેકટર કચેરી ખાતે બપોરે ૧ વાગે સમાજના હિતમાં ગુરુવારના રોજ પાટણ કલેકટર કચેરી ખાતે આત્મવિલોપનની ચીમકી આપી રહ્યા છીએ.