લોકસભા ચુંટણીનાં છઠ્ઠા ચરણનાં મતદાનની શરૂઆત થઇ ગઇ છે. આજે દિલ્હીની બધી 7 બેઠકો પર મતદાન થઇ રહ્યુ છે. આ દરમિયાન ઘણા મોટા રાજનેતાઓએ મતદાન કર્યુ. દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નવી દિલ્હી લોકસભા ક્ષેત્રમાં મતદાન કર્યુ. વળી કોંગ્રેસની મહસચિવ પ્રિયંકા ગાંધી તેના પતિ રોબર્ટ વાડ્રા સાથે નવી દિલ્હીનાં લોદી એસ્ટેટમાં મતદાન કર્યુ હતુ. મતદાન બાદ કોંગ્રેસનાં બે દિગ્ગજ નેતા રાહુલ-પ્રિયંકાએ પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા. કઇક આ પ્રકારનાં નિવેદનથી રાહુલ અને પ્રિયંકા બંન્ને દ્વારા પીએમને ફરી ટોણો મારવામા આવ્યો.
આવુ કહ્યુ રાહુલ ગાંધીએ…

રાહુલે કહ્યુ કે, આ ચુંટણીમાં અમે પ્રેમનો અને પીએમ મોદીએ નફરતનો ઉપયોગ કર્યો છે. ત્યારે પ્રેમની જીત નિશ્ચિત છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નવી દિલ્હીનાં ઔરગંજેબ લેન સ્થિત એનપી સીનીયર સેંકેડરી સ્કૂલમાં મતદાન કર્યુ હતુ. તેમની સાથે નવી દિલ્હીનાં ઉમેદવાર અજય માંકન પણ મતદાન મથકે પહોચી મતદાન કર્યુ હતુ. મતદાન બાદ રાહુલે કહ્યુ કે, આ ચુંટણી જનતાનાં મુદ્દે લડવામાં આવેલ છે. જેમા સૌથી મોટો મુદ્દો બેરોજગારી અને ખેડૂતોની આર્થિક પરિસ્થિતિનો છે. સાથે રાહુલે કહ્યુ કે, નોટબંદી અને ગબ્બર સિંહ ટેક્સ(જીએસટી)થી અર્થવ્યવસ્થાને મોટુ નુકસાન થયુ છે. તેટલુ જ નહી રાફેલ મામલો અને ભ્રષ્ટાચાર પણ ચુંટણીનાં મુખ્ય મુદ્દા છે.
પ્રિયંકા બોલ્યા પીએમની 45 વર્ષની તપસ્યા પર…

દિલ્હીમાં મતદાન આપ્યા બાદ કોંગ્રેસ મહાસચિલ પ્રિયંકા ગાંધીએ મીડિયાનાં સવાલોનાં જવાબ આપ્યા હતા. જ્યા પ્રિયંકાએ પીએમ મોદીનાં 45 વર્ષની તપસ્યાવાળા નિવેદનનાં જવાબમાં કહ્યુ કે, જો તેમણે 50 કલાક પણ તપસ્યા કરી હોત તો આ પ્રકારની નફરતથી ભરેલી વાતો તે ન કરતા હોત. આ પહેલા પીએમ મોદીએ રાહુલ ગાંધીનાં નિવેદનનો જવાબ આપતા કહ્યુ હતુ કે, ખાન માર્કેટે મારી છબી બનાવી નથી. આ 45 વર્ષની તપસ્યાથી બની છે, જેને કોઇ ધ્વસ્ત કરી શકે નહી. જો કે આ નિવેદન પર પ્રિયંકાએ પણ વળતો પ્રહાર કરતા કહ્યુ કે, પીએમ મોદી કોઇપણ વાતનો જવાબ આપતા નથી, 15 લાખ રૂપિયા વિશે કોઇ વાત કરતા નથી, 2 કરોડ રોજગાર વિશે પણ તે કોઇ વાત કરતા નથી. તેમણે કહ્યુ કે, આ વખતે ભાજપ સરકાર જવાની છે તે સ્પષ્ટ છે.
