માયાવતીએ અલવર રેપકાંડ પર પીએમ મોદીની આલોચના કરી હતી. બસપા સુપ્રિમો માયાવતીએ કડક શબ્દોમાં કહ્યુ કે, પીએમ મોદી ગુજરાતનાં ઉના અને રોહિત વેમુલા મામલામાં રાજીનામાંની માંગ કરી હતી. આ નિવેદન માયાવતીએ પીએમ મોદીનાં કુશીનગરની રેલીમાં આપેલા નિવેદનનાં જવાબમાં આપ્યુ છે.

બસપા સુપ્રિમો માયાવતીએ કહ્યુ કે, બીએસપી રાજસ્થાનમાં યોગ્ય અને સખત કાર્યવાહી ન થવા પર રાજનીતિક નિર્ણય જરૂર લેશે. પરંતુ શું પીએમ મોદી ગુજરાતનાં ઉના દલિત કાંડ, રોહિત વેમુલા કાંડ તથા ભાજપ શાસિત રાજ્યોમાં અવાર-નવાર થતા દલિત અત્યાચાર અને શોષણની નૈતિક જવાબદારીને લઇને પોતાના પદથી રાજીનામુ કેમ આપતા નથી?
પીએમ મોદીએ અલવર રેપકાંડ પર શું કહ્યુ હતુ

રવિવારે યુપીનાં કુશીનગરમાં પીએમ મોદીનાં રાજસ્થાનનાં અલવર રેપકાંડની વાત કરતા કહ્યુ હતુ કે, ન્યાયની વાત કરનાર કોંગ્રેસનાં નામદારનાં મોંઢા પર દુષ્કર્મીઓએ તાળુ મારી દીધુ છે. બહેનજી(માયાવતી) પણ આ મુદ્દે કેમ ચુપ છે? પીએમ મોદીએ વધુમાં કહ્યુ કે, માયાવતી ખોટા આંસુ પાડી રહ્યા છે, જ્યારે તમારી સાથે ગેસ્ટ હાઉસ કાંડ થયુ હતુ ત્યારે સમગ્ર દેશ તમારી સાથે હતો. જો બહેનજીમાં દલિતો માટે પ્રેમ છે, તો આ સમયે જ રાજસ્થાનની સરકાર પાસેથી સમર્થન પાછો ખેંચી લે.
માયાવતીએ આપ્યો પીએમને વળતો જવાબ

પીએમ મોદીનાં નિવેદનનો જવાબ આપતા બસપા સુપ્રિમોએ કહ્યુ કે, નરેન્દ્ર મોદી આ ઘૃણિત કાંડ હેઠળ રાજનીતિ ન કરે. સાથે માયાવતીએ કહ્યુ કે, બીએસપી આ સંબંધ પર યોગ્ય અને સખત કાર્યવાહી ન થવા પર રાજનીતિક નિર્ણય લેશે.
