HUNGER PEOPLE/ કોરોનાનો કપરો કાળ : દેશના આટલા રાજ્યોના 45 ટકા લોકોએ ભૂખ માટે આવું કર્યું

કોરોનાનો કાળ ખરેખર દેશવાસીઓ માટે કપરો સાબિત થયો છે આ સમયે  હજારો લાખો લોકોના ધંધા અને રોજગારી ઠપ થઈ ગયા હતા. કોરોના વાયરસથી દેશને બચાવવા માટે લાગુ કરવામાં આવેલ

Top Stories India
corona 151 કોરોનાનો કપરો કાળ : દેશના આટલા રાજ્યોના 45 ટકા લોકોએ ભૂખ માટે આવું કર્યું

કોરોનાનો કાળ ખરેખર દેશવાસીઓ માટે કપરો સાબિત થયો છે આ સમયે  હજારો લાખો લોકોના ધંધા અને રોજગારી ઠપ થઈ ગયા હતા. કોરોના વાયરસથી દેશને બચાવવા માટે લાગુ કરવામાં આવેલ લૉકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરોની તકલીફો તો બધાએ જોઈ છે. હવે એક તાજા સર્વેમાં એ વાત સામે આવી છે કે દેશના 11 રાજ્યોના લગભગ 45 ટકા લોકોએ લૉકડાઉન દરમિયાન ભોજન માટે દેવું કરવું પડ્યું હતું.

demise / સાહિત્ય અકાદમી એવોર્ડ વિજેતા આ હિન્દી કવિ પત્રકારનું કોરોના …

આ સર્વે અંતર્ગત ખુલાસો થયો છે કે લોકડાઉનની સૌથી વધારે અસર મુસ્લિમ અને દલિત વસ્તી પર પડી હતી. આ રિપોર્ટમાં કેન્દ્ર સરકારના નવા ક઼ષિ કાનૂનોને લઈને પણ કહેવામાં આવ્યું છે કે તેનાથી બધી ખરીદ પ્રક્રિયા પર અસર પડશે. આ દેશમાં ભૂખની સ્થિતિ વધારે ખરાબ થશે.હંગર વોચ સંસ્થા દ્વારા કરાયેલા સર્વેમાં સામે આવ્યું છે કે દરેક ચારમાંથી એક દલિત-મુસ્લિમે લોકડાઉન પછી ખાવાને લઈને પક્ષપાતનો સામનો કર્યો છે. સામાન્ય વર્ગના દર દસમાંથી એક વ્યક્તિને ભોજન સુધી પહોંચવા માટે પરેશાનીનો સામનો કરવો પડ્યો છે.

google tranding / વાહરે ભારતીય પ્રજા, ગૂગલ પર આખા વર્ષમાં કોરોના સિવાય આવું બધ…

આ સર્વે અંતર્ગત વધારામાં એ પણ સામે આવ્યું છે કે દેશના 11 રાજ્યોમાં 45 ટકા લોકો સામે લોકડાઉનના સમયે એવી આર્થિક પરેશાની આવી કે તેમને ભોજન માટે દેવું કરવું પડ્યું હતું. હંગર વોચે એ પણ કહ્યું કે દલિત વસ્તીની અનાજની કુલ ખપત 74 ટકા સુધી ઓછી થઈ ગઈ હતી. તેને સીધા આર્થિક કારણો સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.

RASHI / કેવી રહેશે આપની 10/12/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો