Not Set/ NRC મુદ્દે મમતાના ‘ગૃહયુદ્ધ’ વાળા નિવેદનથી કોંગ્રેસ નાખુશ

નવી દિલ્હી: આસામમાં પ્રસિદ્ધ કરાયેલા NRC ડેટા મોટો રાજકીય મુદ્દો બની ગયો છે. વિપક્ષીય પાર્ટીઓ આ મામલે મોદી સરકારને ઘેરી રહી છે. આ દરમિયાન ‘એનઆરસી’ના મુદ્દા પર પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીના બયાન પર ધમાલ મચી જવા પામી છે. મમતા બેનર્જીએ મંગળવારે કહ્યું હતું કે, જો આવું જ ચાલતું રહ્યું તો દેશમાં ગૃહયુદ્ધની સ્થિતિ ઉદભવી […]

Top Stories India Trending Politics
Congress disapproves of Mamata's statement of 'Home war' on NRC issue

નવી દિલ્હી: આસામમાં પ્રસિદ્ધ કરાયેલા NRC ડેટા મોટો રાજકીય મુદ્દો બની ગયો છે. વિપક્ષીય પાર્ટીઓ આ મામલે મોદી સરકારને ઘેરી રહી છે. આ દરમિયાન ‘એનઆરસી’ના મુદ્દા પર પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીના બયાન પર ધમાલ મચી જવા પામી છે. મમતા બેનર્જીએ મંગળવારે કહ્યું હતું કે, જો આવું જ ચાલતું રહ્યું તો દેશમાં ગૃહયુદ્ધની સ્થિતિ ઉદભવી શકે છે. હવે સૂત્રોનું કહ્યું માનીએ તો મમતાના આ નિવેદનથી કોંગ્રેસ ઘણી નારાજ જોવા મળી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, પક્ષ આ મુદ્દા પર શાંતિથી તથ્યો પર વિરોધ કરવા માંગે છે. પરંતુ તે કોઈ પણ કિંમત પાર ગૃહયુદ્ધ જેવા શબ્દોનો પ્રયોગ કરશે નહીં. કહેવાય રહ્યું છે કે, આ મામલે મંગળવારે રાતના કોંગ્રેસની એક આંતરિક બેઠક યોજાઈ હતી. આ પછી રિપુન બોરાએ કોંગ્રેસની તરફથી સ્પષ્ટતા કરી હતી કે, કોંગ્રેસ મમતાના બયાનને સમર્થન કરતી નથી. કોંગ્રેસને ડર છે કે, આવા પ્રકારની બયાનબાજીથી અન્ય રાજ્યોમાં બીજેપીની તરફેણમાં માહોલ બની શકે છે.

કહેવાય રહ્યું છે કે, આ મુદ્દા પર મમતાની સાથે વાત કરવાની જવાબદારી અહમદ પટેલ અને ગુલામ નબી આજાદને આપવામાં આવી છે.

આપણે જણાવવું જરૂરી છે કે, મમતા બેનર્જી હજુ દિલ્હીના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ કેટલાય નેતાઓની સાથે મુલાકાત કરી રહી છે. મમતા ‘એનઆરસી’ના મુદ્દા પર ઘણી આક્રમક રીતે બીજેપીની વિરુદ્ધમાં મોરચો શરુ કર્યો છે.

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટીજન (NRC)માં આશરે ૪૦ લાખ લોકોના નામ n હોવાને લઈને બીજેપી સરકાર પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું છે કે, આનાથી દેશમાં ગૃહયુદ્ધની સ્થિતિ પેદા થઈ જશે. આ ઉપરાંત મમતાએ આ મુદ્દાને અએક વૈશ્વિક મુદ્દો ગણાવ્યો છે.

તેમણે આને રાજનીતિથી પ્રેરિત પગલું ગણાવ્યું છે. મમતાએ કહ્યું હતું કે, ‘અમે આવું થવા નહીં દઈએ. બીજેપી લોકોના ભાગલા પાડવાની કોશિશ કરી રહી છે. તેને બર્દાશ કરી શકાય નહીં. આનાથી દેશમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ બની જશે, ખૂનખરાબો થશે.’

મમતાએ મોદી સરકાર પર આરોપ લગાવ્યો છે કે, તેઓ રાજકીય ફાયદા માટે આસામમાં લાખો લોકોને ‘રાજ્યવિહીન’ કરવાનો પ્રયાસ કરી રહી છે. પશ્ચિમ બંગાળણા મુખ્યમંત્રીએ અહિયાં એક સંમેલનમાં કહ્યું હતું કે, ‘રાજકીય મનસાથી ‘એનઆરસી’ તૈયાર કરવામાં આવી રહ્યો છે. અમે આવું થવા નહીં દઈએ. તે (ભાજપ) લોકોના ભાગલા કરવાની કોશિશ કરી રહ્યું છે. આ હાલતને બર્દાશ કરી શકાય નહીં. દેશમાં ગૃહયુદ્ધ, ખૂન ખરાબો થઈ જશે.’

અત્રે ઉલ્લેખનીય છે કે, આસામમાં બહુપ્રતિક્ષિત રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી)નો ફાઈનલ ડ્રાફ્ટ સોમવારે જાહેર કરવામાં આવ્યો હતો. આસામ દેશનું એકમાત્ર એવું રાજ્ય છે કે, જ્યાં ‘એનઆરસી’ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, જેમાં આ પૂર્વોત્તર રાજ્યના કુલ 3.29 કરોડ અરજદારોમાંથી 2.89 કરોડ લોકોના નામ છે. જયારે આશરે ૪૦ લાખ લોકો ગેરકાયદેસર નાગરિક હોવાનું બહાર આવ્યું છે.