inaugurated today/ PM મોદી અને બાંગ્લાદેશના શેખ હસીનાએ સંયુક્ત રીતે 3 વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું

PM મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ સંયુક્ત રીતે 3 વિકાસ પ્રોજેક્ટનું અનાવરણ કર્યું. આ ત્રણ પ્રોજેક્ટ અખૌરા-અગરતલા ક્રોસ-બોર્ડર રેલ લિંક, ખુલના-મોંગલા પોર્ટ રેલ લાઈન અને મૈત્રી સુપર થર્મલ પાવર પ્લાન્ટનું યુનિટ-2 છે.

Top Stories India

નવી દિલ્હી :  PM મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ સંયુક્ત રીતે 3 વિકાસ પ્રોજેક્ટનું અનાવરણ કર્યું. આ ત્રણ પ્રોજેક્ટ અખૌરા-અગરતલા ક્રોસ-બોર્ડર રેલ લિંક, ખુલના-મોંગલા પોર્ટ રેલ લાઈન અને મૈત્રી સુપર થર્મલ પાવર પ્લાન્ટનું યુનિટ-2 છે. આ સાથે ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના આ 3 વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે ભારત અને બાંગ્લાદેશના સંબંધો આકાર લઈ રહ્યા છે અને સહયોગથી સતત આગળ વધતા વિકાસની નવી ઊંચાઈએ પંહોચશે. અગાઉના દાયકા કરતા છેલ્લા કેટલાક સમયમાં ભારત અને બાંગ્લાદેશ સાથે મળી કામ કરી રહ્યા છે. છેલ્લા નવ વર્ષમાં બંને દેશો વચ્ચેના આંતરિક વેપારમાં ત્રણ ગણો વધારો થયો છે. જેને પગલે આજે આ વિકાસકાર્યો હાથધરવાની સફળતા મળી જે એક ઐતિહાસિક ક્ષણ કહી શકાય.

ભારત-બાંગ્લાદેશના વિકાસકાર્યોના ઉદ્ઘઘાટન પ્રસંગે શેખ હસીનાએ પણ જી-20માં આતિથ્ય સત્કાર બદલ  પીએમ મોદીનો આભાર માન્યો. સાથે જણાવ્યું કે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટસ બે દેશો વચ્ચેની મક્કમ અને સ્થિર મિત્રતા દર્શાવે છે. આ સાથે તેમણે પીએમમોદી અને ભારતના લોકોને અગાઉથી દિવાળી તહેવારની હાર્દિક શુભેચ્છા પાઠવી.

ઉલ્લેખનીય છે કે અખૌરા-અગરતલા ક્રોસ બોર્ડર રેલ લિંક પ્રોજેક્ટ ભારત સરકાર દ્વારા બાંગ્લાદેશને અપાયેલ રૂ.392.52 કરોડની ગ્રાન્ટ સહાય હેઠળ અમલમાં મૂકવામાં આવ્યો. બાંગ્લાદેશ અને ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યો વચ્ચે આ પ્રથમ રેલ લિંક છે.  ત્રિપુરા બાંગ્લાદેશ સાથે 856-km-લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ વહેંચે છે, જેમાંથી કેટલાક ભાગો હજુ પણ સ્થાનિક વિવાદોને કારણે વાડ વગરના છે. આ પ્રોજેક્ટથી સરહદ પારના વેપારને વેગ મળશે અને અગરતલાથી કોલકાતા વાયા ઢાકા સુધીનો સમય પણ ઘટશે.

મૈત્રી સુપર થર્મલ પાવર પ્લાન્ટના યુનિટ-2 પ્રોજેક્ટ બાંગ્લાદેશ-ઇન્ડિયા ફ્રેન્ડશિપ પાવર કંપની (પ્રાઇવેટ) લિમિટેડ (BIFPCL) દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે, જે ભારતની NTPC લિમિટેડ અને બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ (BPDB) વચ્ચે 50:50 સંયુક્ત સાહસ કંપની છે. મૈત્રી સુપર થર્મલ પાવર પ્લાન્ટનું સંચાલન બાંગ્લાદેશમાં ઊર્જા સુરક્ષાને વધારશે.