nato/ સ્વીડનનો NATOમાં સમાવેશ, દેશ માટે ઐતિહાસિક ક્ષણ

તુર્કીએ સૈન્ય જોડાણમાં તેના સભ્યપદના તમામ અવરોધોને દૂર કરીને, સ્વીડન નાટોમાં જોડાવા પરનો તેનો વીટો હટાવી લીધા બાદ સ્વીડનને આજે સત્તાવાર રીતે NATO દેશોમાં સામેલ કરવામાં આવ્યો છે

Top Stories World
13 1 સ્વીડનનો NATOમાં સમાવેશ, દેશ માટે ઐતિહાસિક ક્ષણ

તુર્કીએ સૈન્ય જોડાણમાં તેના સભ્યપદના તમામ અવરોધોને દૂર કરીને, સ્વીડન નાટોમાં જોડાવા પરનો તેનો વીટો હટાવી લીધા બાદ સ્વીડનને આજે સત્તાવાર રીતે NATO દેશોમાં સામેલ કરવામાં આવ્યો છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન દ્વારા સ્વીડનના જોડાણની બિડને સમર્થન આપવાના કરારને સમિટની મુખ્ય સિદ્ધિઓમાંની એક ગણવામાં આવશે.વોશિંગ્ટન ડીસીમાં યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની સરકાર સાથે ઉત્તર એટલાન્ટિક સંધિમાં પ્રવેશ માટેનું તેના દસ્તાવેજ સબમિટ કર્યા પછી સ્વીડન ગુરુવારે 7 માર્ચ 2024 નાટોનું સૌથી નવું સભ્ય દેશ બન્યું.સ્વીડનનું જાેડાણ થતાની સાથે જે હવે નાટોના 32 દેશો સામેલ છે. 

નાટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટનબર્ગે કહ્યું કે આ એક ઐતિહાસિક દિવસ છે. સ્વીડન હવે નાટોમાં સમાવેશ થયો છે.  સ્વીડનને વધુ સુરક્ષિત થશે આજનું જોડાણ દર્શાવે છે કે નાટોનો દરવાજો ખુલ્લા છે અને દરેક રાષ્ટ્રને પોતાનો રસ્તો પસંદ કરવાનો અધિકાર છે.